News of Saturday, 24th August 2024
iPhone બનાવનારી સિંગાપોરની કંપની ફોક્સકોન ભારતમાં રોજગારી આપશે : 40 હજાર યુવાઓને નોકરી આપવા તૈયારી
સિંગાપોરની દિગ્ગજ કંપની ફૉક્સકૉન ભારતમાં 1200 કરોડ રૂપિયા ખર્ચીને 40 હજાર નોકરીઓનું સર્જન કરશે

નવી દિલ્હી : કોન્ટ્રાક્ટ પર એપલ પ્રોડક્ટ્સ અને આઇફોન બનાવતી ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની દિગ્ગજ કંપની ફૉક્સકૉને 1200 કરોડ રૂપિયા ખર્ચવાની યોજના બનાવી છે. કંપની ભારતમાં 1200 કરોડ રૂપિયા ખર્ચીને 40 હજાર નોકરીઓ આપવાની પણ તૈયારી કરી રહી છે. વાસ્તવમાં, ફૉક્સકૉને તેની કર્ણાટક સ્થિત કંપની હોન હાઇ ટેક્નોલોજી ઇન્ડિયા મેગા ડેવલપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં લગભગ 1,200 કરોડ રૂપિયા (લગભગ $ 144 મિલિયન)નું રોકાણ કર્યું છે.
કોન્ટ્રાક્ટ પર આઇફોન બનાવતી કંપનીના સિંગાપોર યુનિટ ફૉક્સકૉન સિંગાપોર પ્રાઇવેટે હાલમાં જ 10 રૂપિયા પ્રતિ શેરના દરે ફૉક્સકૉન હોન હાઇ ટેક્નોલોજી ઇન્ડિયા મેગા ડેવલપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના 120.35 કરોડથી વધુ શેર ખરીદ્યા છે. કર્ણાટક સરકારે ગયા અઠવાડિયે એક નિવેદનમાં કહ્યું હતું કે ફૉક્સકૉન ડોડ્ડા બલ્લાપુર નજીક એક વિશાળ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે 25,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે, જેનાથી 40,000 નોકરીઓનું સર્જન થશે.
ફૉક્સકૉનના ચેરમેન યાંગ લિયુના નિવેદનને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે કર્ણાટકમાં સ્થિત આ યુનિટ ટૂંક સમયમાં જ ચીન પછી ફૉક્સકૉનનો બીજો સૌથી મોટો પ્લાન્ટ બનશે. આનાથી 40000 સીધી રોજગારી ઉભી થશે. ભારતમાં ફૉક્સકૉનનો કારોબાર 2024 સુધીમાં $10 બિલિયનને પાર થઈ ગયો છે. તાજેતરના રોકાણ સાથે, ફૉક્સકૉન સિંગાપોરે કર્ણાટક યુનિટમાં કુલ 13,800 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. કર્ણાટક સરકારે ફૉક્સકૉનને રાજ્યમાં તેના આગામી મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે 300 એકર જમીન ફાળવી છે.
ફૉક્સકૉન અનુસાર, કંપનીએ અત્યાર સુધીમાં ભારતમાં $1.4 બિલિયનનું રોકાણ કર્યું છે. સીઈઓ યંગ લિયુ કહે છે કે અમે આવતા વર્ષમાં ઘણું બધું કરીશું. પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત લિયુએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં તેઓ ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓને મળ્યા હતા અને અનુભવ્યું હતું કે ભારત પ્રગતિ તરફ આગળ વધી રહ્યું છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
