<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન આગામી મહિનામાં બનીને તૈયાર થઈ જશે: સ્લીપરમા 823 બર્થ હશે

- વંદે ભારત સ્લીપર ટ્રેન, વંદે ભારત સીરીઝનું ત્રીજું વર્ઝન હશે. વંદે ભારત સીરીઝની ટ્રેનમાં ચેર કાર ટ્રેન અને તે બાદ ગુજરાતમાં સંચાલિત થનારી વંદે મેટ્રો સામેલ

નવી દિલ્હી :વંદે ભારત સ્લીપર ટ્રેનની રાહ જોઈ રહેલા લોકો માટે ખુશખબરી છે. વંદે ભારત ટ્રેનની સફળતા બાદ રેલવે ટૂંક સમયમાં જ વંદે ભારત સ્લીપર ટ્રેનને લાવવાનો પ્લાન બનાવી રહી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે ભારતની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન આ વર્ષના અંત સુધીમાં શરુ થઈ જશે. વંદે ભારત સ્લીપર ટ્રેન, વંદે ભારત સીરીઝનું ત્રીજું વર્ઝન હશે. વંદે ભારત સીરીઝની ટ્રેનમાં ચેર કાર ટ્રેન અને તે બાદ ગુજરાતમાં સંચાલિત થનારી વંદે મેટ્રો સામેલ છે. 

 ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી ચેન્નાઈના મહાપ્રબંધક યૂ સુબ્બા રાવના જણાવ્યા મુજબ પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન આગામી મહિના સુધીમાં બનીને તૈયાર થઈ જશે.

 રાવે કહ્યું કે, પહેલી ટ્રેનનું નિર્માણ ભારત અર્થ મૂવર્સ લિમિટેડના બેંગલુરુથી 20 સપ્ટેમ્બર સુધી પુરું કરાશે. કંપની કોચનું એકીકરણ કરી રહ્યું અને આશા છે કે કોચ 20 સપ્ટેમ્બર સુધીમાં ચેન્નાઈના ICF પહોંચી જશે. જે બાદ અમે રેક નિર્માણ, અંતિમ પરીક્ષણ અને કમીશનિંગ કરીશું જેમાં લગભગ 15-20 દિવસ લાગશે. જે બાદ મુખ્ય લાઈન પરીક્ષણથી પસાર તું જેમાં બે મહિનાનો સમય લાગશે. જેમાં લખનઉ સ્થિત રેલવે ડિઝાઈ અને માનક સંગઠન અંતર્ગત ઓસિલેશન પરીક્ષણ પણ સામેલ હશે. હાઈ સ્પીડ ટેસ્ટ માટે ટ્રાયલ રન ઉત્તર પશ્ચિમ રેલવે ક્ષેત્રમાં કરાશે.

મે 2023માં ICF ચેન્નાઈના BEML લિમિટેડની સાથે 16-કારવાળી વંદે ભારત સ્લીપર ટ્રેન સેટના 10 રેકની ડિઝાઈન અને નિર્માણ માટે એક આદેશ આપ્યો હતો. આ ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચાલવામાં સક્ષમ હશે. રાવે કહ્યું, આ પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન છે જેને પૂરી કરવામાં વધુ સમય લાગી રહ્યો છે. આ યુરોપિયન માનકોને પુરા કરશે અને ડિસેમ્બર 2024 સુધી તમામ પરીક્ષણ અને ટ્રાયલ રન પછી પરિચાલનમાં આવશે.
વંદે ભારત સ્લીપર ટ્રેનની સાથે ભારતીય રેલવે રાતની યાત્રા પર પોતાના યાત્રિકોને યુરોપના નાઈટજેટ સ્લીપર ટ્રેનની જેમ વિશ્વ સ્તરીય યાત્રાનો અનુભવ પ્રદાન કરાવવાની યોજના બનાવી રહ્યું છે. એક સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ રાતના સમયે જ્યારે લાઈટ્સ બંધથશે ત્યારે યાત્રિકોને વોશરુમ જવા માટે સીડીની નીચે એલઈડી સ્ટ્રિપ્સ હશે.

 આ ઉપરાંત ટ્રેન પરિચાલકો માટે અલગ બર્થ હશે. 16 કોચવાળી વંદે ભારત સ્લીપર ટ્રેનમાં કુલ 823 બર્થ હશે જેમાં 11 3AC કોચ (611 બર્થ) અને 4 2AC કોચ (188 બર્થ) અને એક 1AC કોચ (24 બર્થ) સામેલ હશે. આ ટ્રેનનો વિકાસ BEML અને હૈદરાબાદ સ્થિત મેધા સર્વા ડ્રાઈવ્સ લિમિટેડ કર્યું છે, જેમાં પોલેન્ડ સ્થિત યુરોપિયન રેલ કન્સલ્ટેન્ટ, ઈસી એન્જિનિયરિંગની ડિઝાઈન ઈનપુટ્સ પણ સામેલ છે.

(10:45 PM IST)