<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

રશિયા, યુક્રેન સહિતના દેશોમાં ભારે પ્રસિદ્ધ ટેલિગ્રામ એપના ચીફ એક્ઝિક્યુટિવ દૂરોવની ફ્રાન્સમાં ધરપકડ

મેસેજિંગ એપ ટેલિગ્રામના ચીફ એક્ઝિક્યુટિવ પાવેલ દુરોવની ફ્રેન્ચ પોલીસે ધરપકડ કરી છે. ફ્રેન્ચ મીડિયા અનુસાર, પાવેલ દુરોવ પોતાના પ્રાઈવેટ જેટમાં પેરિસના લે બોર્ગેટ એરપોર્ટ પર પહોંચ્યો હતો, જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી હતી.

 

 ફ્રેન્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૩૯ વર્ષીય દુરોવની મેસેજિંગ એપ સંબંધિત ગુનાઓ માટે ધરપકડ કરવામાં આવી છે.

 

રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસે અહેવાલ આપ્યો છે કે ફ્રાન્સમાં રશિયન દૂતાવાસ પણ પરિસ્થિતિને સંભાળવા માટે તાત્કાલિક પગલાં લઈ રહ્યું છે.

 

ટેલિગ્રામ એપ રશિયા, યુક્રેન અને આ વિસ્તારના દેશોમાં ખૂબ જ લોકપ્રિય છે.  જો કે, રશિયાએ ૨૦૧૮ માં યુઝર ડેટા આપવાનો ઇનકાર કરવા માટે ટેલિગ્રામ એપ્લિકેશન પર પ્રતિબંધ પણ મૂક્યો હતો.  પરંતુ તે પછી ૨૦૨૧ માં તેને હટાવી દેવામાં આવેલ.

(9:43 AM IST)