News of Sunday, 25th August 2024
હરિયાણામાં ભાજપ આકુળ વ્યાકુળ: ચૂંટણીની તારીખો ફેરવવા માંગણી કરી: કોંગ્રેસ કહે છે અમને આ તારીખોમાં કોઈ વાંધો નથી !

ભારતીય જનતા પક્ષે કેન્દ્રીય ચૂંટણી પંચને પત્ર લખીને હરિયાણામાં મતદાનની તારીખ બદલવાની માંગ કરી છે. ભાજપનું કહેવું છે કે ૧ ઓક્ટોબરની આસપાસની રજાઓ મતદાન ઉપર નેગેટીવ અસર કરી શકે છે. આ તારીખે ચૂંટણી યોજાય તો છ દિવસ લાંબો વિકએન્ડ રહેશે.
દરમિયાન કોંગ્રેસનું કહેવું છે કે તેને 'ચૂંટણી પંચ દ્વારા આ પૂર્વે જાહેર કરેલી તારીખોથી કોઈ સમસ્યા નથી.
આમ ભાજપ અને કોંગ્રેસ બંને હરિયાણામાં ચૂંટણીની તારીખો અંગે અલગ અલગ મંતવ્યો દર્શાવે છે.
તાજેતરના સર્વેમાં હરિયાણામાં કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ મજબૂત હોવાનું અને સત્તા મેળવી રહ્યાનું તારણ બહાર આવ્યું હતું.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
