News of Sunday, 25th August 2024
ફ્રાન્સમાં યહૂદી પ્રાર્થના સ્થળની બહાર આગ લગાડવા અને વિસ્ફોટના બનાવથી ખળભળાટ: સામસામા ગોળીબાર પછી એક ઝડપાયો: તેની પાસે પેલેસ્ટાઈનનો ધ્વજ હતો

શનિવારે, ફ્રાન્સમાં એક યહૂદી પ્રાર્થના સ્થળની બહાર આગ અને વિસ્ફોટની ઘટના નોંધાઈ હતી.
ફ્રાંસ સરકારના મંત્રી ગેરાલ્ડ ડારમેનિને જણાવ્યું હતું કે શનિવારે શંકાસ્પદની અટકાયત કરવામાં આવી હતી.
ફ્રેન્ચ મીડિયાનું કહેવું છે કે પોલીસે શંકાસ્પદ વ્યક્તિને પણ ગોળી મારી હતી, જેના કારણે તે ઘાયલ થયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શંકાસ્પદ વ્યક્તિએ તેની ધરપકડ કરવા આવેલા પોલીસ અધિકારીઓ પર પણ ફાયરિંગ કર્યું હતું.
આ પહેલા શનિવારે ફ્રાન્સના બેથ યાકોવ સિનાગોગની બહાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં એક પોલીસ અધિકારી ઘાયલ થયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટ સમયે રબ્બી સહિત પાંચ લોકો પ્રાર્થના સ્થળે હાજર હતા. આ બ્લાસ્ટ બે કારની મદદથી કરવામાં આવ્યો હતો, જેના કારણે ધર્મસ્થળમાં બહારથી આગ લાગી હતી.
પોલીસનું એમ પણ કહેવું છે કે આ ઘટનાને અંજામ આપનાર શકમંદ પેલેસ્ટાઈનનો ધ્વજ પણ લઈને આવ્યો હતો. તેણે પ્રાર્થના સ્થળના અનેક દરવાજાઓને પણ આગ લગાવી દીધી હતી.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને તેને "આતંકવાદી ઘટના" ગણાવી. યહૂદી સમુદાયના નેતા જોનાથન આરફીએ કહ્યું કે આ ઘટના યહૂદીઓની હત્યાનો પ્રયાસ છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
