<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

સુપ્રસિદ્ધ પોપસ્ટાર અને ગ્રેમી એવોર્ડ વિજેતા દુઆ લિપા કોન્સર્ટ માટે નવેમ્બરમાં ભારત આવી રહેલ છે

નવી દિલ્હીઃ ગ્રેમી વિજેતા પોપ સ્ટાર દુઆ લિપા દેશમાં તેના બીજા કોન્સર્ટ માટે આ નવેમ્બરમાં ભારત ફરી આવી રહેલ છે. 

ઇન્સ્ટાગ્રામ પર આ ન્યુઝ શેર કરતા દુઆ લીપાએ જણાવેલ કે વર્ષની શરૂઆતમાં તેણીની ભારતની અને ખાસ કરીને રાજસ્થાનની મુલાકાત જીવનનો એક અદ્ભુત અનુભવ રહેલ. 

દુઆ લિપા આગામી ઝોમેટો ફીડિંગ ઈન્ડિયા કોન્સર્ટમાં પરફોર્મ કરશે. મુંબઈમાં MMRDA, BKC ખાતે આ કાર્યક્રમ આયોજિત થશે અને ટોચના ભારતીય કલાકારોના પરફોર્મન્સ દર્શાવશે. 

૨૭ ઓગસ્ટથી HSBC કાર્ડધારકો માટે પ્રી-સેલ ટિકિટો ઉપલબ્ધ થશે, સામાન્ય વેચાણ ૨૯ ઓગસ્ટથી શરૂ થશે. ટિકિટ Zomato એપ દ્વારા ખરીદી શકાશે.

(9:53 AM IST)