<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

યુપીના બિજનૌરમાં કિસાન એક્સપ્રેસ ટ્રેનને અકસ્‍માતઃ AC કોચના બે ભાગ થઇ ગયાઃ જાનહાની ટળી

ટ્રેન ફિરોઝપુરથી ધનબાદ થઇ રહી હતીઃ સિઓહારા સ્‍ટેશનથી આગળ કપલિંગ તૂટી જતા દુર્ઘટના

બિજનૌર : ઉત્તર પ્રદેશના બિજનૌરમાં કિસાન એક્સપ્રેસ ટ્રેન બે ભાગમાં વહેંચાઈ ગઈ. ટેકનિકલ ખામીના કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માત બિજનૌરના સિઓહારા રેલવે સ્ટેશન પાસે થયો હતો. કોઈક રીતે મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. તમામ મુસાફરો સુરક્ષિત છે.

યુપી પોલીસ ભરતી પરીક્ષાના ઘણા ઉમેદવારોને પોલીસે દૂર મોકલી દીધા હતા. સવારે 4 વાગ્યે ટ્રેનની એસી બોગી ટૂટીને બે ભાગમાં વહેચાઈ ગઈ હતી. રેલવે વિભાગના અધિકારીઓ રાહત કાર્યમાં લાગેલા છે.

 કિસાન એક્સપ્રેસ ટ્રેન ફિરોઝપુરથી ધનબાદ જઈ રહી હતી. આ ટ્રેન બિજનૌરના સિઓહારા રેલવે સ્ટેશનથી આગળ વધી હતી, અચાનક તેનું કપલિંગ તૂટી ગયું. દુર્ઘટનાગ્રસ્ત ટ્રેનમાં કુલ 22 ડબ્બા હતા, જેમાંથી 8 ડબ્બા છુટ્ટા પડી ગયા હતા.

ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે એન્જિન સાથે જોડાયેલો ભાગ એન્જિનની સાથે આગળ નીકળી ગયો હતો, પરંતુ પાછળની આઠ બોગી રેલવે ટ્રેક પર થોડા અંતર સુધી દોડ્યા બાદ અટકી ગઈ હતી. સદ્ભાગ્યની વાત છે કે આ અકસ્માત બાદ પણ ટ્રેનના બંને ભાગ સુરક્ષિત છે. ટ્રેનમાં બેઠેલા મુસાફરોને કોઈ નુકસાન થયું ન હતું.

(11:55 AM IST)