News of Sunday, 25th August 2024
દરેક વ્યકિત પોતાના નામની આગળ હિન્દુ લગાવેઃ ભારતમાં જાતિવાદનું સંકટ વધ્યુઃ કરો યા મરો જેવી સ્થિતિઃ પંડીત ધીરેન્દ્ર શાસ્ત્રી
છતરપુરથી ઓરછા સુચી હિન્દુ એકતા પદયાત્રા યોજાશેઃ બાબા બાગેશ્વરધામ

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બાગેશ્વર ધામ ગડાના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે તમામ હિન્દુઓએ તેમના નામની આગળ 'હિંદુ' લગાવવું જોઈએ. તેમણે જાહેરાત કરી હતી કે છતરપુરથી ઓરછા સુધી હિન્દુ એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવશે, જેમાં મોબાઈલ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવશે. યાત્રાનો હેતુ હિન્દુ સમાજને જોડવાનો છે. જેનાથી વિદેશથી આવતા લોકો હિન્દુ સમાજના લોકોને ઓળખી શકશે અને મળી શકશે.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે હવે આપણે બધા આપણા નામની આગળ જાતિ લગાવીએ છીએ. કેટલાક બ્રાહ્મણ છે, કેટલાક ઠાકુર છે, કેટલાક વૈશ્ય છે અને કેટલાક શુદ્ર છે. જો આપણે આપણા નામની આગળ હિંદુ લગાવીએ તો બીજા દેશોમાંથી આવતા લોકો આપણને હિંદુ ધર્મના નામથી ઓળખશે.
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે ભારતમાં જાતિવાદનું સંકટ ઘણું વધી ગયું છે. કરો યા મરો જેવી સ્થિતિ બની ગઈ છે. તેથી ભારતને ભવ્ય બનાવવા માટે ભારતમાંથી જાતિવાદને ખતમ કરવો પડશે.
બાગેશ્વર ધામ ગઢના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ટૂંક સમયમાં જ છતરપુરથી ઓરછા સુધી પગપાળા યાત્રા કરવા જઈ રહ્યા છે. આ યાત્રા દ્વારા તે તમામ હિન્દુઓને જોડવાનો પ્રયાસ કરશે. આ યાત્રાનું નામ હિન્દુ એકતા પદયાત્રા હશે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે જ્યારે પણ કોઈ વિદેશી ભારત આવે ત્યારે તેણે ભારતીયોને મળવું જોઈએ, કોઈ જાતિને નહીં. એટલે હવે નામની આગળ હિંદુ લગાવવું જરૂરી બન્યું છે.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે ટૂંક સમયમાં હિંદુ એકતા પદયાત્રા શરૂ કરવામાં આવશે. રજીસ્ટ્રેશન મોબાઈલ દ્વારા કરવામાં આવશે. આ પદયાત્રામાં હજારો લોકો જોડાશે. આ યાત્રા છતરપુરથી પવિત્ર શહેર ઓરછા સુધી થશે અને તેનો હેતુ હિન્દુઓને જોડવાનો છે. બુંદેલખંડમાં, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ સંબંધમાં વિવિધ સમાજો અને સમુદાયો સાથે બેઠક કરશે અને પદ યાત્રા અંગે દરેકના મંતવ્યો જાણશે.
(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
