<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

તમે વર્ષો સુધી સત્તામાં રહ્યા જાતિ ગણતરી કેમ ન કરાવી ?: બહેન માયાવતી તૂટી પડ્યા

કોંગ્રેસ અને રાહુલને આડે હાથ લેતા બસપા સુપ્રીમો

પ્રયાગરાજ: કોંગ્રેસ નેતા રાહુલ શનિવારે પ્રયાગરાજ પહોંચ્યા અને ‘સંવિધાનનું સન્માન અને રક્ષણ કરો’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.  આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે “90 ટકા” લોકો સિસ્ટમની બહાર બેઠા છે અને તેમની ભાગીદારી વિના દેશ ચાલી શકે નહીં અને આ માટે તેઓ 50 ટકા અનામતનો અવરોધ તોડી નાખશે. અનામત અને જાતિ ગણતરી પર રાહુલ ગાંધીનું આ નિવેદન દર્શાવે છે કે આ હવે તેમના માટે મુદ્દો નથી, પરંતુ તેમના જીવનનું મિશન છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર બસપા સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને તેમણે કહ્યું કે, ‘જો કોંગ્રેસ પાર્ટી આટલા વર્ષો સુધી સત્તામાં હતી તો તેમણે જાતિ ગણતરી કેમ ન કરાવી?’

કોંગ્રેસ પાર્ટીને બેવડા ધોરણોની પાર્ટી ગણાવતા બહેન માયાવતી એ કહ્યું કે આ કોંગ્રેસ પાર્ટી છે જેણે ક્યારેય બાબા સાહેબનું સન્માન કર્યું નથી, ન તો તેમના જીવનકાળ દરમિયાન અને ન તો તેમના મૃત્યુ પછી તેમને ભારત રત્ન આપ્યો. એટલું જ નહીં, પૂજ્ય કાંશીરામજીના નિધન બાદ એક દિવસનો પણ રાજ્ય શોક મનાવવામાં આવ્યો નથી. માયાવતીએ કોંગ્રેસને સવાલ કર્યો છે કે જ્યારે કોંગ્રેસ પાર્ટી આટલા વર્ષો સુધી સત્તામાં હતી ત્યારે તેમણે જાતિ ગણતરી કેમ ન કરાવી, જ્યારે બસપા હંમેશા તેની તરફેણમાં રહી છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે કોંગ્રેસના મૌન અંગે માયાવતીએ કહ્યું કે, ‘આટલું જ નહીં, SC/STને વર્ગીકરણ અને ક્રીમી લેયર દ્વારા બંધારણ હેઠળ અપાયેલી અનામતને ખતમ કરવાના ચાલી રહેલા ષડયંત્ર સામે કોંગ્રેસ, સપા અને ભાજપ વગેરેનું મૌન પણ છે, શું આ તેમનો દલિત પ્રેમ છે?, સાવધાન રહો. શું SC, ST અને OBC વર્ગોના હિતમાં આ અનામત વિરોધી પક્ષો જેમ કે એસપી, કોંગ્રેસ વગેરે સાથે કોઈપણ ચૂંટણીમાં ગઠબંધન કરવું યોગ્ય રહેશે? આવું ચોક્કસપણે નહીં થાય, તેથી હવે તેઓએ પોતાની રીતે ઊભા રહેવું પડશે, આ સલાહ છે.

(1:24 PM IST)