News of Sunday, 25th August 2024
સોનાના વધતા ભાવથી પરેશાન કાશ્મીરી પરિવાર અને વેપારીઓ:લગ્નની સીઝન છતાં માંગ ૭૦ ટકા ઓછી

(સુરેશ ડુગ્ગર દ્વારા): જમ્મુ: સોનાની વધતી કિંમતોને લઈને કાશ્મીરમાં લગ્નની સીઝન પ્રભાવિત થવાની શરૂ થઈ ગઈ છે. કેમકે સમાજના ઘણા વર્ગો માટે સોનુ ધીરે ધીરે અપ્રાપ્ય થઈ રહ્યું છે. ઓગસ્ટમાં કાશ્મીરમાં લગ્નની સિઝન શરૂ થાય છે અને નવેમ્બર સુધી ચાલે છે.આ દરમિયાન સોના અને ચાંદીના વેચાણમાં સામાન્ય રીતે વધારો જોવા મળે છે.
દેશમાં સોનાની કિંમતો હાલ આકાશને આંબી રહી છે. જેની અસર કાશ્મીરમાં લગ્નની સીઝન ઉપર પણ પડી છે હાલ 24 કેરેટ સોનાનો ભાવ ₹7,288 રૂપિયા પ્રતિ ગ્રામ છે જ્યારે 22 કેરેટનો ભાવ ₹6,676 પ્રતિ ગ્રામ છે. કાશ્મીરમાં સોનાનું વેચાણ કરતા વેપારીઓ મુજબ સોનાની વધતી કિંમતના કારણે કાશ્મીરમાં સોનાની માંગમાં ૭૦ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. કાશ્મીર વેલી ગોલ્ડ ડીલર્સ એન્ડ વર્કરસ યુનિયનના અધ્યક્ષ અહમદ રાથરે જણાવેલ કે, હવે અમારી પાસે ખૂબ જ ઓછા ગ્રાહકો આવે છે. આખા ભારતમાં સોનાની કિંમતો વધી છે અને તેની સીધી અસર અમારા વેચાણ ઉપર પડે છે. કેમકે આ સમયે ખીણ પ્રદેશમાં સોનાની માંગ વધુ છે.
અહમદ મુજબ સોનાની વધતી કિંમતોને કારણે કાશ્મીરમાં લગ્નમાં મોડું થશે અથવા સમારોહનું સ્તર ઘટી જશે. પારંપરિક રૂપથી સોનુ કાશ્મીરી લગ્નમાં એક અનિવાર્ય ભાગ છે. વર વધુ ના પરિવાર લગ્ન સુધી વિભિન્ન સમારોહ દરમિયાન સોનાની આપ લે કરતા રહે છે. મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારો માટે સોનામાં રોકાણ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
