News of Sunday, 25th August 2024
બપોર સુધીમાં રાજકોટમાં ૧૦ કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો: ભારે વરસાદ ચાલુ: વીજળીના પ્રચંડ કડાકા ભડાકા

રાજકોટ હવામાન ખાતાએ જાહેર કર્યું છે કે બપોરે ૨.૩૦ વાગ્યે રાજકોટમાં સાડા સાત ઇંચ (૧૮૨ મીમી) પાણી પડી ગયું. અત્યારે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. સવારે ૪.૩૦થી સતત ધોધમાર વરસાદ ચાલુ છે. છેલ્લી દસ કલાકથી રાજકોટ અને આસપાસના તમામ વિસ્તારોમાં એકધારો વરસાદ ચાલુ છે. પ્રચંડ ગાજવીજ શરૂ થઈ ગઈ છે.
આકાશ વાદળાઓથી એક રસ થઈ ગયું છે અને વરસાદ અટકે તેવા કોઈ એંધાણ દર્શાતા નથી.
રાજકોટમાં ચારે કોર ઠેર ઠેર પાણી ભરાયા છે. લોકો મેળાની મજા માણવાને બદલે ઘરમાં જ બેસીને વરસાદનો નજારો જોઈ રહ્યા છે.
રેસકોર્સ લોકમેળાના મેદાનમાં ભારે પાણી ભરાયા. મેળો ધૂળધાણી થયો. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ઉપર એકરસ વાદળાઓ છવાયા. ચારેકોરથી ભારે વરસાદના વાવડ આવી રહ્યા છે. લેટેસ્ટ ઇનસેટ તસવીર..
આ લખાય છે ત્યારે ૨.૪૫ વાગ્યે વરસાદ એકધારો ચાલુ છે. જોકે જોર ધીમું પડી ગયું છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
