<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

જમ્મુમાં રહેતા મતદાર કાશ્મીર વિધાનસભા માટે કરશે મતદાન:ચૂંટણી પંચે વિસ્થાપિતો માટે કરી છે વ્યવસ્થા

કાશ્મીરી વિસ્થાપિતો માટે પોસ્ટ મતપત્રો તથા જમ્મુ,ઉધમપુર અને નવી દિલ્હીમાં સ્થાપિત વિશેષ મતદાન કેન્દ્રમાં વોટિંગ કરવાની સુવિધા

(સુરેશ ડુગ્ગર દ્વારા):જમ્મુ: કાશ્મીરી વિસ્થાપિત મતદાર આ વખતે કોઈ વિધાનસભા ક્ષેત્ર વિના મતદાર બની રહેશે અને તેમને આ વખતે પણ કાશ્મીરના એ વિધાનસભા વિસ્તાર માટે જમ્મુમાં જ મતદાન કરવાનું થશે જ્યાંથી તેઓ પલાયન કર્યા ને 34 વર્ષ થઈ ગયા છે.

 

કાશ્મીરી વિસ્થાપિતોને પોસ્ટ મતપત્રો અને જમ્મુ,ઉધમપુર અને નવી દિલ્હીમાં સ્થાપિત વિશેષ મતદાન કેન્દ્રના માધ્યમથી મતદાન કરવાની સુવિધા આપવાની પાછળની પ્રથાને ચાલુ રાખતા ચૂંટણી પંચે કાશ્મીરી વિસ્થાપિત મતદારો માટે આ વખતે ફરીથી જાહેરાત કરી છે.

 

ચૂંટણી પંચ અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના તે તમામ વિધાનસભા ક્ષેત્રોના મતદારો માટે છે જે મજબૂર પરિસ્થિતિઓ ના કારણે પલાયન કરી ગયા છે અને અસ્થાયી રૂપથી અલગ અલગ જગ્યા ઉપર વસી ગયા છે. આ એક કુતુહલ વાળી વાત છે પણ જમ્મુ કાશ્મીરમાં આ હકીકત છે. તમે ક્યારેય એવું નહીં જોયું હોય કે જ્યારે વિધાનસભા વિના કે લોકસભા ક્ષેત્ર જ્યાં ન હોય ત્યાં મતદાન થઈ રહ્યું છે. એ પણ 100 કે 500 નહીં પણ પુરા સવા લાખ લોકો માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

(3:03 PM IST)