News of Sunday, 25th August 2024
જન્માષ્ટમી નિમિત્તે શેરબજાર ટ્રેડિંગ થશે કે નહીં?: જુઓ રજાઓની સંપૂર્ણ યાદી
પાંચ દિવસનું રહેશે ટ્રેડિંગ સેશન; મહિનામાં શેરબજાર માત્ર 4 દિવસ માટે બંધ રહેશે

મુંબઈ :દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે અનેક કાર્યાલયો અને શાળામાં રજા રહેશે. આ સંજોગોમાં લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે સોમવારે શેરબજારમાં ટ્રેડિંગ થશે કે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે શેર બજાર ખુલ્લુ રહેશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પોતાના સમય પર જ ખુલશે.
દર સપ્તાહ શેરબજારમાં પાંચ દિવસનું કામકાજ થાય છે. શનિવાર અને રવિવારના રોજ શેરબજાર બંધ રહે છે. આ દિવસોમાં કોઈ જ ટ્રેડિંગ કામકાજ થતું નથી. ઓગસ્ટ મહિનામાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ પ્રસંગે બજાર બંધ રહ્યું હતું. જોકે, જન્માષ્ટમીના પ્રસંગે બજારમાં કોઈ રજા રહેશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે કામકાજના દિવસે શેરબજાર સવારે 9:15 વાગ્યાથી બપોરે 3:30 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ની રજાઓની યાદી અનુસાર, 2024ના બાકીના મહિનામાં શેરબજાર માત્ર 4 દિવસ માટે બંધ રહેશે.
શેર માર્કેટ હોલિડે લિસ્ટ-
2જી ઓક્ટોબરે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે બજારમાં રજા રહેશે.
દિવાળી નિમિત્તે 1 નવેમ્બરે બજાર બંધ રહેશે. જોકે, દિવાળીના દિવસે મુહૂર્તના વેપાર માટે બજાર ખુલે છે.
ગુરુ નાનક જયંતિ નિમિત્તે 15 નવેમ્બરે બજારમાં રજા છે.
ક્રિસમસ નિમિત્તે 25મી ડિસેમ્બરે બજાર બંધ રહેશે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
