News of Sunday, 25th August 2024
મહારાષ્ટ્રમાં પણ લાગુ કરાશે યૂનિફાઇડ પેન્શન સ્કીમ :શિંદે કેબિનેટે મંજૂરી આપી
નવી યુનિફાઇડ પેન્શન સ્કીમ અંગે કેન્દ્રની જાહેરાત બાદ હવે રાજ્યોએ પણ તેને અપનાવવાનું શરૂ કરી દીધું

મુંબઈ કેન્દ્ર સરકાર બાદ હવે મહારાષ્ટ્રની શિંદે સરકારે પણ યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે મોદી કેબિનેટે રવિવારે કેન્દ્રીય કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ની જાહેરાત કરી હતી, જે અંતર્ગત તમામ કર્મચારીઓને ખાતરીપૂર્વક પેન્શન આપવાની જોગવાઈ હતી
હવે મહારાષ્ટ્રમાં પણ લાગુ થશે, રાજ્યના સરકારી કર્મચારીઓ તેનો લાભ લઈ શકશે. સમાચાર એજન્સી ANI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રવિવારે મહારાષ્ટ્ર કેબિનેટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી આપી દીધી છે, જેને ગઇકાલે કેન્દ્રીય કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવી હતી.
નવી પેન્શન યોજનામાં સુધારાની લાંબા સમયથી માંગણી બાદ કેન્દ્રએ શનિવારે યુનિફાઇડ પેન્શન સ્કીમની જાહેરાત કરી હતી. આ અંતર્ગત કર્મચારીઓને ખાતરીપૂર્વક પેન્શન, કુટુંબ પેન્શન અને લઘુત્તમ પેન્શનની ખાતરી આપવામાં આવી છે. આ યોજના 1 એપ્રિલ, 2025 થી લાગુ કરવામાં આવશે. યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ, 25 વર્ષ કે તેથી વધુ સેવા ધરાવતા કર્મચારીને તેના છેલ્લા કાર્યકારી વર્ષના 12 મહિનાના સરેરાશ મૂળ પગારના 50 ટકા જેટલું પેન્શન આપવામાં આવશે
જ્યારે 10 થી 25 વર્ષની વચ્ચે સેવાનો સમયગાળો ધરાવતા કર્મચારીઓને પ્રમાણસર ફાળવણીના આધારે પેન્શનની રકમ આપવામાં આવશે. યુપીએસમાં, પેન્શનની રકમને ફુગાવાના દર સાથે લિંક કરવાની અને નિવૃત્તિ સમયે ગ્રેચ્યુટી ઉપરાંત નિશ્ચિત રકમ ચૂકવવાની જોગવાઈ છે
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
