<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

ફૂડ ડિલિવરી એપ Zomato લોન્ચ કર્યું નવું ફીચર : ગ્રાહકોને બે દિવસ અગાઉ ઓર્ડર શેડ્યૂલ કરવાની મળશે સુવિધા

ગ્રાહકો બે દિવસ પહેલા જ પોતાના નક્કી કરેલા સમય અને સ્થળ માટે બે દિવસ અગાઉથી ઓર્ડર બુક કરી શકશે

નવી દિલ્હી :ફૂડ ડિલિવરી એપ Zomato એ ક નવું ફીચર લોન્ચ કર્યું છે જે ગ્રાહકોને બે દિવસ અગાઉ ઓર્ડર શેડ્યૂલ કરવાની સુવિધા આપશે. એટલે કે ગ્રાહકો બે દિવસ પહેલા જ પોતાના નક્કી કરેલા સમય અને સ્થળ માટે બે દિવસ અગાઉથી ઓર્ડર બુક કરી શકે છે.

  કંપનીના સીઈઓ અને ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ નવા ફીચર વિશે માહિતી આપી હતી. હાલમાં આ ફીચર કેટલાક પસંદગીના શહેરોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ધીમે ધીમે આ સુવિધા અન્ય શહેરોમાં પણ શરૂ કરવામાં આવશે. કંપનીના CEO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઓર્ડર શેડ્યુલિંગની સુવિધા હાલમાં દિલ્હી NCR, બેંગલુરુ, મુંબઈ, અમદાવાદ, ચંદીગઢ, લખનૌ અને જયપુરમાં લગભગ 13000 આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે. જો કે, આ સેવા 1000 રૂપિયાથી વધુના ઓર્ડર માટે ઉપલબ્ધ રહેશે

   ઝોમેટોએ ઓર્ડર શેડ્યુલિંગ ફીચર એવા સમયે લોન્ચ કર્યું છે જ્યારે કંપનીએ તાજેતરમાં તેની ઇન્ટરસિટી ફૂડ ડિલિવરી સર્વિસ 'Zomato Legends' બંધ કરવાની જાહેરાત કરી છે. Zomato Legends ના બંધ થવાની માહિતી આપતાં કંપનીના CEO દીપેન્દ્ર ગોયલે કહ્યું હતું કે બે વર્ષના સતત પ્રયાસો પછી પણ આ પ્રોડક્ટ માર્કેટમાં ફિટ થઈ શકી નથી. આ કારણોસર અમે તાત્કાલિક અસરથી આ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે.

પસંદગીના શહેરો પસંદ કરવા પાછળનું કારણ જણાવતાં કંપનીના CEOએ કહ્યું છે કે આ રેસ્ટોરાંમાં ફૂડ સ્ટોકમાં હોય છે અને તેણે તૈયારી કરવાની એક કન્સિસ્ટેન્સી દેખાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓર્ડરની કિંમતની મર્યાદાને દૂર કરીને આ યાદીમાં ટૂંક સમયમાં વધુ શહેરો અને રેસ્ટોરાં ઉમેરવામાં આવશે.

(11:12 PM IST)