<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાંથી પૂર્વ ડેપ્યુટી સીએમ અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પૂર્વ સ્પીકર ડૉ. નિર્મલ સિંહનું પત્તુ કરાયું

ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીઃ યાદીમાં પ્રથમ તબક્કા માટે 15, બીજા તબક્કા માટે 10 અને ત્રીજા તબક્કાના મતદાન માટે 19 ઉમેદવારો તેમજ જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે

નવી દિલ્‍હીઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં પ્રથમ તબક્કા માટે 15, બીજા તબક્કા માટે 10 અને ત્રીજા તબક્કાના મતદાન માટે 19 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.
ભાજપે જાહેર કરેલી યાદીમાં પૂર્વ ડેપ્યુટી સીએમ અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પૂર્વ સ્પીકર ડૉ. નિર્મલ સિંહને ટિકિટ મળી નથી. નિર્મલ સિંહ 2014માં બિલવાર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. તો બીજી તરફ ભાજપે કાશ્મીર ખીણની બે બેઠકો પરથી કાશ્મીરી પંડિતને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે વીર સરાફને શાંગાસ-અનંતનાગ પૂર્વથી અને અશોક ભટ્ટને હબ્બકાદલથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને રવિવારે (25 ઓગસ્ટ) નવી દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ સામેલ હતા. બેઠકમાં ચૂંટણીની રણનીતિ, મુદ્દાઓ, ઉમેદવારોના નામ અને રાજ્યમાં પીએમ મોદીની સંભવિત રેલીઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

 

(11:28 AM IST)