તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Monday, 26th August 2024
જમ્મુ - કાશ્મીર માટે ભાજપ CWC એ ૪૪ નામો ફાઈનલ કરી જાહેર કર્યાની મીનીટોમાં લીસ્ટ પાછું ખેંચી લીધું : મોટો ડખ્ખો કે શું ?

જમ્મુ : આજે ભાજપે જમ્મુ - કાશ્મીરનની ચુંટણી માટે ૪૪ સભ્યોનું લીસ્ટ જાહેર કર્યું હતું તે ગણતરી ની મીનીટો માં પાછુ ખેંચી લીધું છે : 2 પૂર્વ નાયબ મુખ્યમંત્રીની ટીકીટો કાપી નાખવામાં આવેલ : લીસ્ટ ના પગલે ભાજપમાં આંતરિક મોટા પાયે ડખ્ખા થવાનો ભય સર્જાયાનું મનાય છે.
ગઈકાલે ભાજપની ઇલેક્શન કમિટીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આ 44 નામો ફાઈનલ કરી, સવારે જાહેર કરવામાં આવેલ અને ગણત્રીની મિનિટોમાં પરત ખેંચી લેવાય છે. નવું લિસ્ટ હવે નવેસરથી જાહેર થશે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
