<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

ઇઝરાયલ મુદ્દે એનડીએમાં તડાઃ જેડીયુએ વિપક્ષને ટેકો આપ્‍યોઃ હથીયાર સપ્‍લાય બંધ કરવા માંગ

નવી દિલ્‍હીઃ મોદી સરકારના સહયોગી જેડીયુએ ઈઝરાયલને લઈને વિપક્ષ સાથે જોડાણ કરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટીનું સમર્થન કરતા JDUના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, 'કેન્દ્ર સરકારે ઈઝરાયલને આપવામાં આવતી મદદ તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ. ભારત સરકાર ઈઝરાયલને હથિયારો સપ્લાય કરી રહી છે જેના લીધે નિર્દોષ પેલેસ્ટાઈનીઓને મારી રહ્યા છે, આ તાત્કાલિક બંધ થવું જોઈએ. ભારત પેલેસ્ટાઈનીઓના નરસંહારમાં ઈઝરાયેલનું સમર્થન કરી શકે નહીં.'

 

નવી દિલ્હીમાં અલ ગુદ્સના મહાસચિવ મોહમ્મદ મકરમ બલાવી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેડીયુના મહાસચિવ કેસી ત્યાગી અને સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જાવેદ અલી ખાને પણ ભાગ લીધો હતો. ત્યાગી અને ખાન ઉપરાંત, સમાજવાદી પાર્ટીના લોકસભા સાંસદ મોહિબુલ્લા નદવી અને પૂર્વ સાંસદ મોહમ્મદ અદીબ, આમ આદમી પાર્ટીના સાંસદો સંજય સિંહ, પંકજ પુષ્કર, કોંગ્રેસના પ્રવક્તા મીમ અફઝલ અને ભૂતપૂર્વ લોકસભા સાંસદ કુંવર દાનિશ અલીએ પણ નિવેદન પર હસ્તાક્ષર કર્યા હતા.

(3:00 PM IST)