News of Monday, 26th August 2024
ત્રિપુરામાં ડઝનેક મકાનોને આગ લગાડાઇઃ કાળી મંદિરમાં મૂર્તિની તોડફોડ
રવિવારે મોડી રાતના ઘટનાઃ અજાણ્યા લોકો દ્વારા શાંતિ ડહોળવા પ્રયાસ

અગરતલા : પશ્ચિમ ત્રિપુરાના રાનીરબજાર વિસ્તારમાં એક મંદિરની મૂર્તિને નુકસાન પહોંચાડ્યા બાદ અજાણ્યા લોકો દ્વારા ઓછામાં ઓછા 12 મકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી. ટોળાએ અનેક વાહનોને પણ નિશાન બનાવ્યા હતા. તણાવ ઓછો કરવા માટે આ વિસ્તારમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ અહીંના એક મંદિરની મૂર્તિને નુકસાન થયું હતું. જે બાદ ભીડે આ પગલું ભર્યું હતું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, ગુસ્સે ભરાયેલી ભીડને જોઈને લોકોએ પોતાનો જીવ બચાવવા ઘર છોડીને ભાગવું પડ્યું હતું.
સહાયક નિરીક્ષક (કાયદો અને વ્યવસ્થા) અનંત દાસે જણાવ્યું હતું કે, “રવિવારે મોડી રાત્રે બદમાશોએ રાનીરબજારમાં લગભગ 12 ઘરોને આગ લગાડી હતી. અહીં કૈતુરબારીમાં કાળી દેવીની મૂર્તિને નુકસાન થયું હતું. કેટલીક મોટરસાઇકલ અને પીકઅપ વાન પણ બળીને રાખ થઈ ગઈ હતી.” આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
દાસે જણાવ્યું હતું કે તણાવને દૂર કરવા માટે સુરક્ષા દળોની ભારે તૈનાત કરવામાં આવી છે અને પોલીસ મહાનિર્દેશક અને પોલીસ અધિક્ષક, પશ્ચિમ ત્રિપુરાએ વિસ્તારની મુલાકાત લીધી છે. “એકવાર મિલકતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન પૂર્ણ થઈ જાય, ત્યારે પોલીસ સુઓ મોટુ સંજ્ઞાન લેશે અને કેસ નોંધશે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
