News of Monday, 26th August 2024
બેલારુસ પણ કરશે અમારી ઉપર હુમલોઃ યુકેક્રેને આરોપ લગાડયો
સરહદો પર હથીીયરો અને સૈનિકોની મોટા પાયે બેલારૂસે તૈનાતી કરીઃ યુક્રેન ઇન્ટેલીજન્સઃ પરિણામ ભોગવવા તૈયારીની ચીમકી

મોસ્કો,: યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ આ દિવસોમાં ફરી ઉગ્ર બની રહ્યું છે. આ દરમિયાન યુક્રેને આરોપ લગાવ્યો છે કે રશિયા સિવાય બેલારુસ પણ તેના પર હુમલો કરી શકે છે. બેલારુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નજીક માનવામાં આવે છે. આ સિવાય બેલારુસ વ્યૂહાત્મક બાબતોમાં પણ રશિયાની નજીક છે.
યુક્રેનના ગુપ્તચર વિભાગનું કહેવું છે કે બેલારુસ દ્વારા સરહદો પર મોટી સંખ્યામાં સૈનિકો અને હથિયારો તૈનાત કરવામાં આવી રહ્યા છે. એવી આશંકા છે કે બેલારુસ પણ એક મોરચે યુક્રેન પર હુમલો કરી શકે છે. આવું એટલા માટે કરી શકે છે કે, યુક્રેનને એકસાથે બે મોરચે ઘેરી શકાય.
યુક્રેનનું કહેવું છે કે બેલારુસે તેની ઉત્તરી સરહદ પરના ગોમેલ ક્ષેત્રમાં મોટા પાયે સૈનિકો તૈનાત કર્યા છે. કિવના વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે આ સ્થિતિ અમારા માટે ચિંતાજનક છે. અગાઉ, યુક્રેન સાથે યુદ્ધ ફાટી નીકળ્યા પછી, બેલારુસે રશિયન સેનાને તેના પ્રદેશને જોડવાનો પડકાર ફેંક્યો હતો. બેલારુસની સરહદ પર મોટી સંખ્યામાં રશિયન સૈનિકો પણ છે. રશિયન સેના તેના વિસ્તારનો ઉપયોગ લોન્ચપેડ તરીકે કરી રહી છે. યુક્રેને હવે બેલારુસને ચેતવણી આપી છે કે તે વ્લાદિમીર પુતિનના દબાણમાં કોઈ ભૂલ ન કરે નહીં તો તેનું પરિણામ ભોગવવું પડશે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
