News of Monday, 26th August 2024
વિશ્વના ટેકનોલોજી માંધાતાઓમાં ફફડાટઃ યુરોપ છોડી ભાગવા લાગ્યા
ટેલિગ્રામના સ્થાપક દુરોવની શનિવારે ધરપકડ કરવામાં આવેલઃ રમ્બલના સીઇઓએ એકસ ઉપર પોસ્ટ કરી યુરોપ છોડ્યું

નવી દિલ્હી : મેસેજિંગ સર્વિસ ટેલિગ્રામના સ્થાપક અને સીઈઓ પાવેલ દુરોવને શનિવારે પેરિસ એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી અને એરપોર્ટ પર જ ધરપકડ કરવામાં આવી હતી. દુરોવ સામે વોરંટ પહેલેથી જ જારી કરવામાં આવ્યું હતું અને જ્યારે તે પોતાના પ્રાઈવેટ જેટમાં ફ્રાન્સ પહોંચ્યા ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. બ્રોડકાસ્ટર્સ LCI અને TF1 અનુસાર પાવેલ દુરોવની 24 ઓગસ્ટની સાંજે ધરપકડ કરવામાં આવી હતી. આનાથી ગભરાઈને રમ્બલના સીઈઓ ક્રિસ પાવલોવસ્કીએ પોતે X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું છે કે તેઓ યુરોપ છોડી ગયા છે.
જેનાથી ગભરાઈને, અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રમ્બલના સીઈઓ ક્રિસ પાવલોવસ્કીએ થોડા કલાકોમાં યુરોપ છોડી દીધું.
રમ્બલના સીઈઓ ક્રિસ પાવલોવસ્કીએ પોતે X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું છે કે તેઓ યુરોપ છોડી ગયા છે. તેણે લખ્યું, હું થોડો મોડો છું, પરંતુ આ યોગ્ય સમય છે. હું સુરક્ષિત રીતે યુરોપ છોડી ગયો છું. ફ્રાન્સે પણ રમ્બલને દબાવવાનો પ્રયાસ કર્યો અને હવે તેઓએ ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવની અટકાયત કરીને હદ વટાવી દીધી છે.તે ફ્રીડમ ઓફ સ્પીચ સાથે ઉભો છે અને ફ્રેન્ચ કોર્ટમાં પોતાના માટે લડશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પાવેલ દુરોવને જલ્દીથી મુક્ત કરવામાં આવશે.
રમ્બલ એક ઓનલાઈન વિડિયો
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
