News of Monday, 26th August 2024
નરેન્દ્રભાઇ જમ્મુ-કાશ્મીરમાં ડઝનેક રેલી-સભા સંબોધશેઃ ભાજપ દ્વારા પ્લાન તૈયાર
વિધાનસભા ચૂંટણીમાં જમ્મુમાં ૮ થી ૧૦ તથા કાશ્મીર ક્ષેત્રમાં ૧-ર રેલી યોજાશે

નવી દિલ્હી, ભાજપે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી છે. આજે જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં PM મોદી 9થી 12 રેલીઓ કરી શકે છે. પીએમ મોદી જમ્મુ ક્ષેત્રમાં 8 થી 10 રેલીઓ કરશે. કાશ્મીર વિસ્તારમાં પીએમ મોદીની 1 કે 2 રેલીઓ થશે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે બૂથ સ્તરે કાર્યકરોને તૈનાત કર્યા છે. ભાજપના નાનાથી મોટા નેતાઓ એ નક્કી કરવામાં વ્યસ્ત છે કે પીએમ મોદીની રેલી કયા વિધાનસભા ક્ષેત્રમાં યોજવી જોઈએ? મતદારોમાં આની વધુ અસર થવી જોઈએ. તે મુજબ ભાજપની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
