<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

ભાજપની પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો, 8 મુસ્લિમોને પણ ટિકિટ : કોણ છે એકમાત્ર મહિલા ઉમેદવાર શગુન ?

ભાજપે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી:અગાઉ ભાજપે 44 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જે માત્ર બે કલાકમાં જ પાછી ખેંચી લેવાઈ હતી : જુઓ નવી યાદી

નવી દિલ્હી. ભારતીય જનતા પાર્ટી (BJP) એ સોમવારે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે 15 ઉમેદવારોની યાદી જાહેર કરી. અગાઉ સવારે 10 વાગ્યે ભાજપે 44 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જે માત્ર બે કલાકમાં જ પાછી ખેંચી લેવામાં આવી હતી. અહીં વાંચો, પ્રથમ તબક્કા માટે ભાજપની બદલાયેલી યાદીની ખાસ વાતો..

 

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 15 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

વિધાનસભા બેઠક ઉમેદવાર:  પમ્પરે - સૈયદ શૌકત યૂર અંદ્રાબી રાજપોરા - અર્શીદ ભટ્ટ શોપિયાં - જાવેદ અહેમદ કાદરી અનંતનાગ પશ્ચિમ - મોહમ્મદ રફીક વાની અનંતનાગ - એડવોકેટ સૈયદ વજાહત શ્રીવાડા બિજબેહરા - સોફી યુસુફ શંગુસ અનંતનાગ પૂર્વ - વીર સરાફ ઈન્દરવાલ - તારિક કીન કિશ્તવાડ - શગુન પરિહાર પેડર - નાગસેની - સુનીલ શર્મા ભાદરવાહ - દલીપસિંહ પરિહાર ડોડા - જયસિંહ રાણા ડોડા પશ્ચિમ - શક્તિ રાજ પરિહાર રામબન - રાકેશ ઠાકુર બનિહાલ - સલીમ ભટ્ટ

 15માંથી આઠ મુસ્લિમ અને સાત હિંદુ

  ભાજપની યાદીમાં આઠ મુસ્લિમ અને સાત હિન્દુ ઉમેદવારો છે જેમાંથી એક બેઠક પર એક મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર મતદાન થશે. ભાજપે અત્યાર સુધી માત્ર 15 સીટોના નામ જાહેર કર્યા છે. હજુ નવ બેઠકો બાકી છે.

   ભારતીય જનતા પાર્ટીએ કિશ્તવાડ બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા અનિલ પરિહારની ભત્રીજી શગુન પરિહારને મેદાનમાં ઉતાર્યા છે. શગુન પરિહાર અજીત પરિહારની પુત્રી છે. કિશ્તવાડ, ડોડા અને ભદરવાહ જિલ્લામાં અનિલ પરિહારનું વર્ચસ્વ જોઈને ભાજપે શગુન પરિહારને મેદાનમાં ઉતાર્યા છે. 

     1 નવેમ્બર 2018ના રોજ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓએ કિશ્તવાડમાં બીજેપી નેતા અનિલ પરિહાર અને તેના ભાઈ અજીત પરિહારની હત્યા કરી દીધી હતી, જે હિન્દુઓનો મજબૂત અવાજ હતો. 

  અનિલ પરિહાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય સભ્ય હતા. વર્ષ 2008માં અનિલ પરિહારને પેન્થર્સ પાર્ટી તરફથી ટિકિટ મળી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. આ પછી તેઓ ભાજપમાં જોડાયા. તેમણે તેમના વિસ્તારમાં ભાજપને મજબૂત કરવામાં મદદ કરી. શગુન પરિહારે કહ્યું- મને ખાતરી છે કે લોકો તેમની દીકરીને સ્વીકારશે 

   કિશ્તવાડ વિધાનસભા મતવિસ્તારમાંથી બીજેપીના ઉમેદવાર બનાવવા પર શગુન પરિહારે કહ્યું, "હું ખૂબ આભારી છું કે મારી પાર્ટીએ મને આ તક આપી છે. મને પૂરો વિશ્વાસ છે કે કિશ્તવાડના લોકો કિશ્તવાડની આ દીકરીને ખુલ્લા દિલે સ્વીકારશે. આ ચૂંટણી માત્ર શગુન પરિહાર કે અજીત અને અનિલ પરિહારના પરિવારો માટે નથી, પરંતુ તે તમામ પરિવારોની છે જેમણે દેશ માટે બલિદાન આપ્યું છે. મને વિશ્વાસ છે કે અહીં દરેક મને આગળનો રસ્તો બતાવશે

(9:28 PM IST)