તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 26th August 2024
બલૂચિસ્તાનમાં જ પાકિસ્તાનીઓની કત્લેઆમ, બસમાંથી નીચે ઉતરીને આઈડી ચેક કર્યું : 53 લોકોની ગોળી મારીને હત્યા કરી
આતંકવાદીઓએ 53 નિઃશસ્ત્ર લોકોની હત્યા કરી:બલૂચિસ્તાનના મુસાખેલમાં બસ અને ટ્ર્કના મુસાફરો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું : બસ અને ટ્રકને આગચાંપી

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકીઓએ મોટો ગુનો કર્યો છે. મળતી માહિતી મુજબ સશસ્ત્ર આતંકીઓએ ઓછામાં ઓછા 53 લોકોની હત્યા કરી નાખી છે. આતંકવાદીઓએ નિઃશસ્ત્ર લોકો પર ગોળીબાર કર્યો હતો
પાકિસ્તાની મીડિયા અનુસાર, સોમવારે વહેલી સવારે આતંકવાદીઓએ પહેલા કેટલાક લોકોને બસ અને ટ્રકમાંથી નીચે ઉતાર્યા અને પછી તેમના આઈડી કાર્ડ ચેક કર્યા. આ પછી આતંકીઓએ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે સશસ્ત્ર માણસોએ મુસાખેલ ખાતે હાઈવે બ્લોક કરી દીધો અને મુસાફરોને વાહનોમાંથી નીચે ઉતારી દીધા. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ 10 વાહનોને પણ આગ લગાવી દીધી. મૃતકો પંજાબ પ્રાંતના રહેવાસી હોવાનું કહેવાય છે. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને હોસ્પિટલ લઈ ગયા. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ આતંકવાદની ઘટનાની આકરી નિંદા કરી છે. તેમણે આતંકવાદીઓની કાયરતાપૂર્ણ કાર્યવાહીમાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સહાનુભૂતિ અને સંવેદના વ્યક્ત કરી હતી, એમ મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
