<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

મહિલાઓ વિરૂદ્ધ અત્‍યારચારનો વધુ એક કિસ્‍સા સામે આવ્‍યોઃ મહારાષ્‍ટ્રમાં બદલાપુરમાં નર્સિંગની વિદ્યાર્થીની સાથે જાતીય સતામણીઃ નર્સો ઉતરી રસ્તા પર

વિદ્યાર્થીની બેહોશ હાલતમાં મળી આવીઃ હાલ તેની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

નવી દિલ્‍હીઃ  છેલ્લા ઘણા સમયથી મહિલાઓ વિરુદ્ધ અત્યાચારના ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના બદલાપુરની ઘટના, કોલકાતા ડોક્ટર રેપ કેસ અને હવે વધુ એકવાર આવી જ ઘટના સામે આવી છે. રત્નાગિરીમાં નર્સિંગની વિદ્યાર્થીની સાથે જાતીય સતામણીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે.
તે વિદ્યાર્થીની બેહોશ હાલતમાં મળી આવી હતી. હાલ તેની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાને લઇને નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર નર્સિંગની વિદ્યાર્થીની રત્નાગીરીના ચંપક મેદાનમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. શરીર પર ઘાના નિશાન પણ જોવા મળ્યા હતા.પોલીસે તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી છે. આ ઘટના બાદ રત્નાગિરીમાં વાતાવરણ તંગ બની ગયું છે. ઘટનાના વિરોધમાં રોષે ભરાયેલા ટોળાએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં નાગરિકોએ સરકારી મેડિકલ કોલેજ અને ડિસ્ટ્રિક્ટ જનરલ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) સામે દેખાવો પણ કર્યા હતા. દેખાવકારોએ સૂત્રોચ્ચાર કરી બંને બાજુથી જયસ્તંભ અને મારુતિ મંદિર તરફ જતો ટ્રાફિક અટકાવી દીધો હતો.
આ મામલે સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર નિલેશ માઈનકર અને સિટી પોલીસ ઈન્સ્પેક્ટર મહેશ તોરસકરે ગુસ્સે ભરાયેલા ટોળા સાથે ચર્ચા કરી અને તપાસ માટે થોડો સમય આપવા કહ્યું. યુવતીના નિવેદનના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસને કેટલાક CCTV ફૂટેજ મળ્યા છે, જેનો ઉપયોગ તપાસમાં કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં આરોપીઓને પકડી લેવામાં આવશે.

 

(1:50 PM IST)