News of Wednesday, 28th August 2024
કોંગ્રેસના નેતા મનુ સિંઘવીની રાજ્યસભામાં એન્ટ્રી :વરિષ્ઠ વકીલ તેલંગાણામાંથી બિનહરીફ ચૂંટાયા
એક અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેનું નામાંકન નામંજૂર થતા સિંઘવી એકમાત્ર ઉમેદવાર હતા

હૈદરાબાદ. કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી મંગળવારે પેટાચૂંટણીમાં તેલંગાણાથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા હતા. તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (TPCC)ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જી નિરંજને સિંઘવી વતી હૈદરાબાદમાં રિટર્નિંગ ઓફિસર પાસેથી ચૂંટણીનું પ્રમાણપત્ર મેળવ્યું હતું.
એક અપક્ષ ઉમેદવારે પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ ચકાસણી દરમિયાન તેનું નામાંકન નામંજૂર કરવામાં આવ્યું હતું. સિંઘવી તે સમયે મેદાનમાં એકમાત્ર ઉમેદવાર હતા અને મંગળવારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખે તેમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
મનુ સિંઘવીએ 19 ઓગસ્ટે હૈદરાબાદમાં ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે તેલંગાણાના મુખ્યમંત્રી અને રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ એ રેવંત રેડ્ડી અને અન્ય કોંગ્રેસી નેતાઓ પણ હતા. આ વર્ષની શરૂઆતમાં સિંઘવી કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભાની ચૂંટણી હારી ગયા હતા.
(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
