<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th August 2024

વડોદરામાં વિશ્વામિત્રી રી ડેવલપમેન્ટ માટે 1200 કરોડ ફાળવવાની જાહેરાત કરતા હર્ષ સંઘવી

વિશ્વામિત્રી નદીમાં ભારે પૂર આવતા કાંઠાના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ :વડોદરામાં વિશ્વામિત્રી નદીએ વેરેલા વિનાશ બાદ સરકારે કરી મોટી જાહેરાત

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ભારે પૂર આવતા કાંઠાના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ તમામ વિસ્તારોમાં હાલ પાણી ઉતરતા હાલત ખૂબ ખરાબ જોવા મળી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે વડોદરામાં વિશ્વામિત્રી નદીએ વેરેલા વિનાશ બાદ સરકારે વિશ્વામિત્રી રી ડેવલપમેન્ટ માટે રૂપિયા 1200 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. આ અંગેની જાહેરાત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી છે

(11:06 PM IST)