હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓવૈસી ૫૨ લાખ : મહુવા મોઇત્રા ૭૫ લાખ : લોકસભા ચૂંટણી લડવા માટે કયા નેતાઓને કેટલી રકમ મળી ?
પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસએ તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં જંગી નાણા ખર્ચ્યા

નવી દિલ્હી તા. ૩૦ : પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસએ તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં જંગી નાણાં ખર્ચ્યા છે. માત્ર TMC જ નહીં, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને AIMIMએ પણ ઉમેદવારો પર ભરપૂર ખર્ચ કર્યો છે.
૭ જૂને ચૂંટણી પંચને સબમિટ કરવામાં આવેલી ટીએમસીના ખર્ચની વિગતો અનુસાર, પાર્ટીએ ચૂંટણી લડવા માટે ૩.૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. પાર્ટીએ ચૂંટણી લડવા માટે અભિષેક બેનર્જી, મહુઆ મોઇત્રા અને શત્રુઘ્ન સિંહા સહિત ૪૮ ઉમેદવારોને ૭૫-૭૫ લાખ રૂપિયા આપ્યા હતા.
ટીએમસીએ પશ્ચિમ બંગાળમાંથી મોટાભાગના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. પાર્ટીના કેટલાક ઉમેદવારો આસામ અને મેઘાલયમાંથી ચૂંટણી લડ્યા હતા. ટીએમસીએ બંગાળની તમામ ૪૨ લોકસભા સીટો પર ચૂંટણી લડી હતી જયારે તેણે ૨૯ સીટો જીતી હતી.
લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાના ત્રણ ઉમેદવારોની ચૂંટણી પાછળ ૬૦ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. આમ આદમી પાર્ટીના આ ઉમેદવારોમાંથી બે દિલ્હીથી જયારે એક ઉમેદવાર ગુજરાતમાંથી ચૂંટણી લડ્યા હતા. પાર્ટીએ ગુજરાતના ભરૂચમાંથી ચૈતરભાઈ વસાવાને ચૂંટણી લડવા માટે ૬૦ લાખ રૂપિયાની લગભગ અડધી રકમ આપી હતી.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ-ઉલ-મુસ્લિમીનએ ચૂંટણી લડવા માટે પાર્ટી પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને બે હપ્તામાં કુલ રૂ. ૫૨ લાખ આપ્યા હતા. ચૂંટણી પ્રચાર પર ઉમેદવારના ખર્ચની મર્યાદા હોવા છતાં, રાજકીય પક્ષો માટે આવી કોઈ મર્યાદા નથી.
કોંગ્રેસે ચૂંટણી પંચને કહ્યું છે કે તેણે વાયનાડ અને રાયબરેલીથી ચૂંટણી લડવા માટે રાહુલ ગાંધીને ૭૦-૭૦ લાખ રૂપિયા આપ્યા છે. રાહુલ ગાંધી બંને સીટો પરથી જીત્યા હતા. જો કે, આખરે તેમણે રાયબરેલી બેઠક જાળવી રાખીને વાયનાડ બેઠક છોડી દીધી. પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં ૯૯ બેઠકો જીતી હતી, જેમાંથી રાહુલે બે બેઠકો જીતી હતી.
જાન્યુઆરી ૨૦૨૨માં ચૂંટણી પંચના સૂચનોના આધારે, સરકારે ઉમેદવારો માટેનો ચૂંટણી ખર્ચ રૂ. ૭૫ લાખથી વધારીને રૂ. ૯૫ લાખ કર્યો હતો, જયારે વિધાનસભાની ચૂંટણી લડવા માટેનો ખર્ચ રૂ. ૨૮ લાખથી વધીને રૂ. ૪૦ લાખ કર્યો હતો.
લોકસભા ચૂંટણી માટે ખર્ચવામાં આવતી રકમ હવે મોટા રાજયોમાં વધારીને ૯૦ લાખ રૂપિયા કરવામાં આવી છે જયારે નાના રાજયોમાં તે ૭૫ લાખ રૂપિયા છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી અને પરિણામ ૪ જૂને જાહેર કરવામાં આવશે.(









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
