<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

દિલ્‍હીમાં આજે વરસાદની શક્‍યતા : બિહારના ૧૫ જીલ્લામાં ભારે વરસાદની ચેતવણી

આવતા ૨૪ કલાકમાં ચોમાસુ ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇને બંગાળની ખાડી તરફ આગળ વધશે

નવી દિલ્‍હી તા. ૩૦ : દેશના મોટાભાગના રાજ્‍યોમાં ચોમાસું સટાસટી બોલાવી રહ્યું છે. ઘણા રાજ્‍યોમાં વરસાદ આફત બની રહ્યો છે. ગુજરાતમાં પૂર જેવી સ્‍થિતિ છે. સેનાની મદદથી પણ હજારો લોકોનું સ્‍થળાંતર કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, દિલ્‍હી-એનસીઆરમાં પણ થોડા દિવસો સુધી ગરમીથી રાહત મળતી રહેશે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, રાજધાની દિલ્‍હીના ઘણા વિસ્‍તારોમાં આજે ફરી વરસાદ પડી શકે છે. તે જ સમયે, સમગ્ર NCRમાં દિવસભર વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે. દિલ્‍હી NCRમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા છે. તાપમાનમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર સપ્‍ટેમ્‍બરમાં પણ વરસાદી માહોલ જારી રહેવાનો છે. પહેલા બે અઠવાડિયામાં ઘણા રાજ્‍યોમાં ભારે વરસાદ થવાનો છે. ગુજરાતના સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં ઓછા દબાણના વિસ્‍તારની રચનાને કારણે રાજ્‍યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ અરબી સમુદ્રમાં દબાણના કારણે ગુજરાતમાં વાવાઝોડું આવવાની શકયતા છે.

બિહારમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાનશાષા અનુસાર ચોવીસ કલાક દરમિયાન ચોમાસું શિવપુરી, અંબિકાપુર ડીપ ડિપ્રેશન થઈને બંગાળની ખાડી તરફ આગળ વધશે. તેથી બિહારના ૧૫ જિલ્લાના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

પટના, બેગુસરાય, દરભંગા, કટિહાર, પૂર્ણિયા, સમસ્‍તીપુર, મધુબની, ભાગલપુર, મુઝફફરપુર કિશનગંજ, ખગરિયા, અરરાહ, બક્‍સર, પૂર્વ ચંપારણ, પヘમિ ચંપારણમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન ખાતા મુજબ આગામી ૨૪ કલાકમાં પヘમિ ગુજરાતમાં મધ્‍યમથી ભારે વરસાદ પડી શકે છે. તે જ સમયે, કર્ણાટક, કેરળ, ઓડિશા, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, મધ્‍ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ભાગોમાં હળવાથી મધ્‍યમ વરસાદની સાથે કેટલાક સ્‍થળોએ ભારે વરસાદ પડી શકે છે.

(11:33 AM IST)