<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

કંગના થપ્‍પડ પણ ખાય ચૂકયા છેઃ ઉદીત રાજ

કોંગ્રેસ નેતાએ ભાજપ સાંસદ ઉપરની ટીપ્‍પણી અંગે આપ્‍યું નિવેદન

નવી દિલ્‍હી તા. ૩૦: અકાલીદળના નેતા સિમરનજીતસિંહ માનના ભાજપ સાંસદ કંગના રનૌત ઉપરના વિવાદીત નિવેદનને લઇને કોંગ્રેસ નેતા ઉદીત રાજે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવેલ કે, કંગના રનૌતનું ફીલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં કારકીર્દી ખુબજ શંકાસ્‍પદ રહી છે. હું તે સોશ્‍યલ મિડીયા ઉપર જોતો રહું છું.

આ અંગે હું કોઇ વ્‍યકિતગત ટીપ્‍પણી કરવા નથી માંગતો અને ન તેમાં કોઇપણ પ્રકારનો હસ્‍તક્ષેપ કરવા માંગું છું, પણ શું આંદોલનકારી બધા ખેડૂતો બળાત્‍કારી હતા, જે પોતાની માંગોને લઇને પ્રદર્શન કરી રહ્યા હતા. તે ખુદ સવાલોમાં ઘેરાયેલા છે. તેઓ કયારેક આરક્ષણ તો કયારેક મહિલાઓ વિરૂધ્‍ધ બોલે છે, તે થપ્‍પડ પણ ખાઇ ચૂકયા છે, જો કે હું તેને સાચુ નથી કહેતો પણ ભાજપ આ તમામ મામલાઓથી કિનારો કેમ કરી શકે. તે તેમનું ખાનગી નિવેદન હોવાનું ભાજપ કેમ કહી શકે. આ ખાનગી નિવેદન કેવી રીતે હોઇ શકે.

 

 

(12:54 PM IST)