<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

જમ્‍મુ-કાશ્‍મીરમાં ત્રણ આતંકીઓને મારી પડાયા

જમ્‍મુ, તા., ૩૦: એલઓસી ઉપર પાક લશ્‍કર દ્વારા બે સેકટરોમાં આતંકીઓને આ તરફ ધકેલવાના પ્રયાસોને ભારતીય સેનાએ નિષ્‍ફળ બનાવ્‍યા છે. ભારતીય સીમામાં ઘુસવાની કોશીષ કરી રહેલા ૩ આતંકવાદીઓને ઢેર કરી દેવાયા છે. હજુ પણ એનકાઉન્‍ટર ચાલી રહયું છે. આ વચ્‍ચે રાજાૈરીમાં પણ આતંકીઓ સાથે મુઠભેડ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્‍યું કે, બુધવારે સાંજે ઉતરી કાશ્‍મીરના કુપવાડામાં  બે સ્‍થળો ઉપર સુરક્ષાદળો દ્વારા આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્‍યું તે દરમિયાન ૩ આતંકવાદીઓ માર્યા ગયાની આશંકા છે.

(3:05 PM IST)