<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

ભૂજમાં સ્‍થિર થયેલું ડીપ ડીપ્રેશન આજે સવારે સાયકલોન આસના બની ગયું: અરબી સમુદ્રમાં પ્રવેશ કરી લીધો...

ગુજરાતને ૪ દિવસથી ધમરોળી રહેલ ‘‘ડીપ ડીપ્રેશન'' સિસ્‍ટમનો રાઉન્‍ડ પૂરોઃ ગૌરવ રાણીંગા : ૬૦ થી ૮૦ કિ.મી. ઝડપે ફૂંકાતા પવનોઃ હવે સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ઉપર ખતરો નથીઃ રાતથી પવનની ઝડપમાં ઘટાડો થશે

રાજકોટ તા. ૩૦: ઓગષ્ટ મહિનામાં ભાગ્‍યે જ બનતી એક ઘટના તરીકે કચ્‍છ કાંઠે આજે ૩૦ ઓગષ્ટની સવારે સાયકલોન ‘‘આસના'' (ASNA) બની ગયું છે. આંતરરાષ્‍ટ્રિય એજન્‍સી JTWC એ ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડા માં ફેરવાઈ ગયાની જાહેરાત કરી દીધી છે જ્‍યારે ભારતીય હવામાન વિભાગ મુજબ તે આગામી કલાકોમાં થશે.

વાવાઝોડું હાલ કચ્‍છની જમીન પરથી અરબ સાગરમાં પ્રવેશ કરી ગયું છે જે આગામી સમયમાં મુખ્‍યત્‍વે પヘમિ દિશામાં ગતિ કરી કાંઠાથી દુર જતું જશે. વાવાઝોડાના પવનો અત્‍યારે પ્રતિ કલાકે ૬૦ થી ૭૦ કિમી ની ગતિ થી ફૂંકાઈ રહ્યા છે જ્‍યારે ઝટકાના પવનોની ગતિ ૮૦ કિમી/કલાક સુધી છે. જેની વધુ અસર પヘમિ કચ્‍છ અને દ્વારકા આસપાસ ના વિસ્‍તારો પૂરતી રહે.આગામી ૨૪ કલાક દરમ્‍યાન આસના વાવાઝોડું કચ્‍છ થી દુર જઈને અરબ સાગરમાં થોડું મજબૂત થઈ શકે પણ કચ્‍છ અને સૌરાષ્‍ટ્રમાં તેનો ખતરો નથી. આજે દિવસ દરમ્‍યાન કચ્‍છ અને પヘમિ સૌરાષ્‍ટ્રના વિસ્‍તારોમાં પવનની ગતિ તેજ રહી શકે જેમાં આજે રાત્રિ થી ઘટાડો થતો જશે. કચ્‍છના પヘમિ કાંઠા વિસ્‍તારોમાં અમુક સ્‍થળે મધ્‍યમ થી ભારે વરસાદની હજુ આજે શકયતા ગણાય.પヘમિ સૌરાષ્‍ટ્રમાં કેટલાક સ્‍થળે હળવો મધ્‍યમ વરસાદ શકય. સૌરાષ્‍ટ્રના એ સિવાયના વિસ્‍તારોમાં છૂટા છવાયા ઝાપટા હળવા વરસાદ સાથે આંશિક વરાપ જેવો માહોલ રહેશે.

ટુંકમાં છેલ્લા ચાર દિવસથી ગુજરાતને ઘમરોળી રહેલ ‘‘ડીપ ડિપ્રેશન'' સિસ્‍ટમનો રાઉન્‍ડ હવે પૂરો થયો ગણાય. આ સિસ્‍ટમ તેની ધીમી ગતિ સાથે ગુજરાતની ધરતી ઉપર સૌથી વધુ સમય માટે ‘‘ડીપ ડિપ્રેશન'' તરીકે સક્રિય રહેવા સાથે છેલ્લે વાવાઝોડામાં ફેરવાઈને ‘‘રેરેસ્‍ટ ઓફ રેર'' ઘટના તરીકે ઇતિહાસના પાનાઓમાં નોંધાઇ ગઈ છે. (૭.૩૬)

(વેધર બાય ગૌરવ રાણીંગા)

(3:21 PM IST)