હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રશાંત મહાસાગરમાં મળ્યો બુર્જ ખલીફાથી ૪ ગણો ઉંચો પહાડ
૩૧૦૯ મીટર ઉંચી અને ૭૦ કિલોમીટરમાં ફેલાયેલ છે કૈસ્પર ઓકટોપસ સહિત અનેક જીવોનું ઘર

કેલીફોર્નીયા તા. ૩૦: અમેરિકાના સમુદ્ર વૈજ્ઞાનિકોએ ચીલીના કિનારાથી લગભગ દોઢ હજાર કીલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં મોટી પર્વત શ્રૃંખલાની ભાળ મેળવી છે. તેનો એક હિસ્સો ૩૧૦૯ મીટર ઉંચો છે. તે ગ્રીસના ઓલંપસ પર્વતથી ઉંચી છે જે ર૯૧૭ મીટર ઉંચો છે. દુનિયાની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફા (૮૩૦ મીટર) થી ચાર ગણો ઉંચો છે.
આ પર્વત શ્રૃંખલાની શોધ અને મેપીંગ કેલીફોર્નીયાની શ્મિટ ઓશન ઇન્સ્ટીટયુટની ટીમે કરી હતી. ટીમે આરવી ફાલ્કર જહાજની મદદથી ર૮ દિવસ મહાસાગરમાં અભ્યાસ કર્યો હતો. જહાજમાં લાગેલ સોનાર સીસ્ટમથી સમુદ્રી પર્વતની ઉંચાઇ માપવામાં આવી હતી. આ પર્વત ૭૦ કિલોમીટરમાં ફેલાયેલ છે. ઇન્સ્ટીટયુટના ઇડી જયોતિકા વિરમાણીએ જણાવ્યું કે ધ્વાની તરંગોની નીચે જઇને પાછી આવે છે. તેમાં લાગતા સમયના આધારે પર્વતની ઉંચાઇ માપવામાં આવી હતી.
સમુદ્રી વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે દુનિયાભરમાં ૧૦૦ મીટરથી વધારે ઉંચાઇ ધરાવતા ઓછામાં ઓછા એક લાખ સમુદ્રી પર્વતો છે. તેમાં કેટલાય પ્રકારની પ્રજાતિઓના રહેઠાણ છે. શોધવામાં આવેલ નવી પર્વત શ્રૃંખલાને અંડર વોટર રોબોટની મદદથી સ્ક્રેન કરાઇ તો ટીમને સમુદ્રી જીવોનો હર્યો ભર્યો સંસાર જોવા મળ્યો. એક સફેદ કેસ્પર ઓકટોપસ પણ દેખાયો, જે હજુ સુધી કયારેય નથી જોવા મળ્યો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
