<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

પૃથ્‍વી પર ઉપસ્‍થિત છે ઇલેકટ્રીક ફીલ્‍ડઃ નાસા

ચુંબકીય અને ગુરૂત્‍વાકર્ષણ ઉપરાંત ત્રીજી શકિત પણ છે પૃથ્‍વી પર

મેરીલેન્‍ડઃ આપણે ઘણાં સમયથીએ જાણીએ છીએ કે આપણી પૃથ્‍વી પર ગુરૂત્‍વાકર્ષણ અને ચુંબકીય શકિતઓ કામ કરી રહી છે. જેના લીધે પૃથ્‍વી પર ગ્રેવીટી ફીલ્‍ડ અને મેગ્નેટીક ફીલ્‍ડ છે. હવે વૈજ્ઞાનિકોએ પૃષ્‍ટિ કરી છે કે ગુરૂત્‍વાકર્ષણ અને મેગ્નેટીક ફીલ્‍ડની જેમજ પૃથ્‍વી પર ઇલેકટ્રીક ફીલ્‍ડ પણ છે. વૈજ્ઞાનિકો હવે એવા તારણ પર પહોંચ્‍યા છે કે પૃથ્‍વી પર બે નહીં પણ ત્રણ આધારભુત શકિતઓ સક્રિય છે.

વૈજ્ઞાનિકોએ પહેલીવાર ૬૦ વર્ષ પહેલા પૃથ્‍વી પર એવા કોઇ ઇલેકટ્રીક ફીલ્‍ડની કલ્‍પના કરી હતી. તેમની આ કલ્‍પના પાછળનું મુખ્‍ય કારણએ જીજ્ઞાસા હતી કે કેવી રીતે આપણુ વાયુ મંડળ ઉતર અને દક્ષિણ ધ્રુવ પર પલાયન કરી શકે છે. ખરેખર તો, એન્‍ડયોરંસ મિશન હેઠળ ૧૯૬૦થી આપણી પૃથ્‍વીના ધ્રુવો પર ઉંડી રહેલ રોકેટે એવા કણોની ઉપસ્‍થિતીની ભાળ મેળવી હતી, જે પૃથ્‍વીથી અવકાશ તરફ સુપરસોનિક ગતિથી ઉડી શકતા હતા.કોઇ શકિત હતી જે આ કણોને વાયુમંડળની બહાર કાઢી રહી હતી. રિસર્ચ ટીમના લેખક ગ્‍લીન કોલીન્‍સને ૨૦૧૬માં તેને માપવા માટે નવું ઉપકરણ બનાવ્‍યું જેના દ્વારા પૃથ્‍વી પર આ એંબીપોલ વિદ્યુત શકિત (બન્ને દિશાઓમાં સક્રિય)ને માપવામાં આવી.

(3:58 PM IST)