<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

ફેસબુક પર ટ્રમ્‍પે લગાવ્‍યા ગંભીર આરોપોઃ ઝૂકરબર્ગને આજીવન કેદમાં પુરવાની ધમકી

વોશીંગ્‍ટન : અમેરિકન ચૂંટણીમાં રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્‍ડ ટ્રમ્‍પે મેટાના સીઇઓ માર્ક ઝૂકરબર્ગ પર ર૦ર૦ ની ચૂંટણીમાં તેમના વિરૂધ્‍ધ ષડયંત્ર રચવાના આક્ષેપ કર્યા છે. ટ્રમ્‍પે કહ્યું કે જો તેમણે ર૦ર૪ ની ચૂંટણીમાં ધાલમેલ કરવાની કોશિષ કરી તો તેમને ઉમરકેદ થઇ શકે છે. આ ચેતવણી ટ્રમ્‍પના આગામી પુસ્‍તક ‘સેવ અમેરિકા' માં અપાઇ છે, જે ૩ સપ્‍ટેમ્‍બરે બજારમાં આવવાનું છે. પુસ્‍તકમાં ઝૂકરબર્ગ પર ર૦ર૦ ની ચૂંટણીમાં ગડબડ કરવાનો આક્ષેપ કરાયો છે.

૭૮ વર્ષના પૂર્વ રાષ્‍ટ્રપતિએ ઝૂકરબર્ગ સાથેની એક બેઠકનો ઉલ્લેખ કરીને પોતાની નારાજગી વ્‍યકત કરી છે. તેમણે ચેતવણી આપી કે જો મેટાના સીઇઓ અથવા કોઇ અન્‍ય ર૦ર૪ ની રાષ્‍ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદે પ્રવૃતિમાં સામેલ થશે તો તેને આજીવન કારાવાસ થઇ શકે છે.

ખરેખર તો હાલમાં જ ઝૂકરબર્ગે સ્‍વીકાર્યુ હતું કે તેમણે બાઇડેન-હેરીસ પ્રશાસનની અપીલ પર કેટલીક સૂચનાઓને સેન્‍સર કરી હતી. તેમણે કહયું હતું કે કોરોના સંબંધિત સામગ્રીને સેન્‍સર કરવામાં આવી હતી.

(3:59 PM IST)