<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

કાશ્‍મીરમાં ગુલામનબી આઝાદે ઉમેદવારોને મઝધારમાં છોડયા

ચુંટણીઓમાં મેદાનમાં ઉતર્યા વગર હાર માની લીધી !

જમ્‍મુ , તા., ૩૦: ૪ મહિના દરમિયાન અહીંયા બીજો એવો અવસર આવ્‍યો છે જયારે પુર્વ મુખ્‍યમંત્રી ગુલામનબી આઝાદે ચુંટણીઓના મેદાનમાં ઉતર્યા વિના હાર માની લીધી છે. તાજેતરની લોકસભાની ચુંટણીમાં મેદાનમાં ઉતર્યા ન હતા અને આ વખતે તેમણે પોતાના ઉમેદવારોને મઝધારમાં છોડી દીધા છે. તેમની પાર્ટી તરફથી વિધાનસભા ચુંટણીઓમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોને તેમણે ઉમેદવારી પાછી ખેંચી લેવાની સલાહ પણ આપી દીધી!

એ સાચુ છે કે ડેમોક્રેટીવ પ્રોગેસીવ આઝાદ પાર્ટી (ડીપીએપી)ના અધ્‍યક્ષ ગુલામનબી આઝાદે પોતાની પાર્ટીના ઉમેદવારો માટે પ્રચારમાંથી હાથ પાછા ખેંચી લીધા છે. એવામાં ડીપીએપી ઉમેદવારો માટે મુશ્‍કેલ સમય આવવાનો છે. આઝાદના જવાથી ડીપીએપીના તમામ ઉમેદવારોને નુકશાન થશે. ખાસ કરીને ચીનાબ ઘાટીના ઉમેદવારો કે જેઓ આઝાદના કદ ઉપર વોટ મેળવવા નિર્ભર હતા. આઝાદે પોતાના સ્‍વાસ્‍થ્‍યના કારણોનો હવાલો આપી પ્રચારમાંથી પોતાના હાથ પાછા ખેંચી લીધા છે. તેમણે કહયું કે, રપ ઓગષ્‍ટે તેમને マદયમાં દુઃખાવો થયો અને ર૬ ઓગષ્‍ટે નવી દિલ્‍હીની એઇમ્‍સમાં દાખલ થઇ ગયેલ છે.

ઉલ્લેખનીય છે કે આઝાદ જમ્‍મુ-કાશ્‍મીરના પુર્વ મુખ્‍યમંત્રી રહી ચુકયા છે અને કોંગ્રેસ પાર્ટીમાં હતા ત્‍યારે ગાંધી પરિવારના અત્‍યંત નજીક હતા. પરંતુ પાર્ટીમાં મતભેદ થવાના કારણે તેમણે ર૦રરમાં પોતાની અલગ પાર્ટી ડીપીએપી બનાવી હતી. જે હાલમાં જ સંસદીય ચુંટણીઓમાં ખરાબ રીતે હારી ગઇ હતી.

(4:06 PM IST)