<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

કોલકત્તા રેપ મર્ડર કેસથી ખરડાઇ મમતા બેનર્જીની છબી

પહેલી વાર આટલા દબાણમાં જોવા મળી રહ્યા છેઃ પશ્ચિમ બંગાળના મુખ્‍યમંત્રી

કોલકત્તા તા. ૩૦: કોલકત્તાની આર જી કર મેડીકલ કોલેજમાં ટ્રેઇની ડોકટરના બળાત્‍કાર અને હત્‍યા પછી પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો વધેલો છે. વિરોધ પ્રદર્શન, બંધ અને હિંસાની ઘટનાઓ વચ્‍ચે હવે રાજયના રાજયપાલ સી વી આનંદ બોસ દિલ્‍હી માટે રવાના થઇ ગયા છે.

ગુરૂવારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્‍યક્ષ સુકાતા મજૂમદાર અને સીનીયર નેતાઓએ રાજયપાલ સાથે મુલાકાત કરીને આવેદનપત્ર સોંપ્‍યું હતું. રાજયપાલને અનુરોધ કર્યો હતો કે તેઓ પヘમિ બંગાળમાં બંધારણીય મૂલ્‍યોનું રક્ષણ કરે.

એ પહેલા ર૭ ઓગસ્‍ટે રાજયપાલે પણ સ્‍ટેટમેંટ આપીને ‘‘પヘમિ બંગ છાત્ર સમાજ'' દ્વારા યોજાયેલ ‘‘નબન્‍ના માર્ચ'' દરમ્‍યાન થયેલ હિંસા બાબતે રાજય સરકારની ટીકા કરી હતી. ભાજપાએ રાજયપાલને સોંપેલ આવેદનપત્રમાં મુખ્‍યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે આપેલ સ્‍ટેટમેંટનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે પヘમિ બંગાળને સળગાવવાની સાજીશ થઇ રહી છે. જો પヘમિ બંગાળ સળગશે તો આસામ, પૂર્વોત્તર રાજયો, યુપી, ઓરિસ્‍સા અને દિલ્‍હી પણ સળગશે.મુખ્‍યમંત્રીના આ બયાન પછી પヘમિ બંગાળના રાજકારણ પર નજર રાખનારાઓ માની રહ્યા છે કે આર જી કર મેડીકલ કોલેજમાં થયેલ ઘટના પછી સામાન્‍ય પ્રજામાં ભભૂકેલો રોષથી મમતા બેનર્જી દબાણમાં છે. કેટલાક જાણકારો કહે છે કે તેમને આટલા દબાણમાં પહેલી વાર જોયા છે.રાજકીય વિશ્‍લેષક પ્રોસેસનજીત બોસ કહે છે કે આ પહેલી વાર નથી બન્‍યું કે મમતાને આંદોલનનો સામનો કરવો પડયો હોય પણ આ વખતે તેઓ દબાણમાં એટલે દેખાઇ રહ્યા છે કેમકે, સામાન્‍ય લોકોમાં પણ તેમનો શાસન ચલાવવાની રીતની ટીકા થઇ રહી છે.

પ્રોસેનજીત બોસનું કહેવું છે કે મહિલાઓ વિરૂધ્‍ધના અપરાધ બાબતે પヘમિ બંગાળ સરકારનો એવો કોઇ રેકોર્ડ નથી કે તેણે કોઇ પીડિતાને ન્‍યાય અપાવ્‍યો હોય અથવા આ પ્રકારના ગુના કરનારને કયારેય કાયદાના સકંજામાં જકડયા હોય. આર જી કર મેડીકલ કોલેજની ઘટના પછી સામાન્‍ય લોકોનો ખાસ કરીને મહિલાઓનો ગુસ્‍સો ફાટી નીકળ્‍યો, જેનો ટીએમસીના મોટા નેતાઓ, રાજય સરકાર અથવા ખુદ મમતાજીને પણ અંદાજ નહોતો.

(4:22 PM IST)