<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

ટાટા એઆઇએએ બિન-નિવાસી ભારતીયો માટે અમેરિકન ડોલરમાં વીમો સોલ્યુશન્સ શરૂ કર્યા

રાજકોટ,તા. ૩૦: ભારતની અગ્રણી જીવન વીમા કંપનીઓમાંની એક ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે (ટાટા એઆઇએ) ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર (આઇએફએસસી) ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફટ સિટી) ખાતે તેની ઓફશોર શાખા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ શાખા તેની વેબસાઇટ https://international.tataaia.com મારફતે બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઇ) ને અમેરિકન ડોલરમાં જીવન વીમાના ઉત્પાદનો વેચશે.

 ટાટા એઆઇએના મેનેજિંગ ડિરેકટર અને ચીફ એકિઝકયુટિવ ઓફિસર વેંકી અય્યરે જણાવ્યું હતું કે, ભારતીય નાણાંકીય સેવાઓના વ્યાપને વિસ્તારવા ભારત સરકારે આઇએફએસસી ગિફટ સિટીની સ્થાપના કરી એ એક નોંધપાત્ર પગલું છે. તે વીમા કંપનીઓને વિદેશી ચલણોમાં પ્રોડ્કટ વેચવાની એક મોટી તક પૂરી પાડે છે. અમારા એનઆરઆઇ ગ્રાહકો તેમના પરિવારને સુરક્ષિત રાખી શકે અને તેમની આકાંક્ષાઓ પૂરી કરી શકે તે માટે જીવન વીમાના સોલ્યુશન્સ રજૂ કરવામાં અમને આનંદ થાય છે.

(4:25 PM IST)