હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
1984 શીખ રમખાણો કેસ: 'જગદીશ ટાઇટલર વિરુદ્ધ પૂરતા પુરાવા:દિલ્હી કોર્ટનો આરોપો ઘડવાનો આદેશ
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1984ના શીખ રમખાણોના એક કેસમાં કોંગ્રેસ નેતા જગદીશ ટાઈટલર સામે આરોપો ઘડવાનો નિર્દેશ આપ્યો: ટાઇટલર સામે કલમ 143, 153A, 188, 149 વગેરે હેઠળ આરોપો ઘડયા :સીબીઆઈએ આ કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી

નવી દિલ્હી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1984માં પુલ બંગશ વિસ્તારમાં શીખ લોકોની હત્યાના કેસમાં કોંગ્રેસ નેતા જગદીશ ટાઇટલર સામે આરોપો ઘડવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટે કહ્યું કે આરોપી જગદીશ ટાઇટલર સામે આરોપ ઘડવા માટે પૂરતી સામગ્રી છે. ટાઇટલર સામે IPCની કલમ 143, 153A, 188, 149 વગેરે હેઠળ આરોપો ઘડવામાં આવ્યા છે. સીબીઆઈએ ટાઈટલર વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે આ મામલાને 13 સપ્ટેમ્બરે આરોપો ઘડવા માટે સૂચિબદ્ધ કર્યો છે. ટાઇટલરને આગામી તારીખે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સીબીઆઈએ 20 મે, 2023ના રોજ ટાઇટલર વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. 26 જુલાઈ, 2023 ના રોજ, રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસ નેતા જગદીશ ટાઈટલરને તેમની વિરુદ્ધ સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટને ધ્યાનમાં લીધા પછી સમન્સ જારી કર્યા હતા. કોર્ટે ટાઈટલને કોર્ટમાં હાજર થવા જણાવ્યું હતું. ટાઇટલરને કોર્ટમાં હાજર થયા બાદ 5 ઓગસ્ટ 2023ના રોજ જામીન આપવામાં આવ્યા હતા.
આ મામલો 1984માં ગુરુદ્વારા પુલ બંગશ નજીક ધાર્મિક સ્થળ પર ત્રણ શીખોની હત્યા અને આગચંપીનો છે. આ ઘટના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ બની હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
