<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

૭.૫ કરોડથી વધુ ભારતીયોએ ઈન્‍કમટેક્‍સ રિટર્ન ફાઈલ કર્યાઃ ૪.૭૨ કરોડ ભારતીયોએ ‘નીલ' ઇન્‍કમટેક્‍સ રિટર્ન ફાઇલ કર્યાઃ ૨૩ વ્‍યક્‍તિઓની ૫૦૦ કરોડથી વધુઃ ૨૬૨ વ્‍યક્‍તિની વાર્ષિક આવક ૧૦૦ થી ૫૦૦ કરોડની વચ્‍ચેઃ ૫૦ થી ૧૦૦ કરોડની વચ્‍ચે વેતન ધરાવતી દેશમાં ૬૮ વ્‍યક્‍તિઓઃ ૨ કરોડ દેશવાસીઓ વર્ષે રૂા. ૫.૫ લાખ થી રૂા. ૯.૫ લાખની વચ્‍ચે કમાય છે

નાણા મંત્રાલય કહે છે, ૭.૫ કરોડથી વધુ ભારતીયોએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ઈન્‍કમટેક્‍સ રિટર્ન ફાઈલ કર્યાઃ

૪.૭૨ કરોડ ભારતીયોએ ‘નીલ' ઇન્‍કમટેક્‍સ રિટર્ન (આઇટીઆર) ફાઇલ કર્યા છે.

૨૩ વ્‍યક્‍તિઓએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂા. ૫૦૦ કરોડથી વધુની આવક જાહેર કરી.

૨૬૨ વ્‍યક્‍તિઓએ કે ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષમાં રૂા. ૧૦૦ કરોડ અને રૂા. ૫૦૦ કરોડની વચ્‍ચેની વેતન આવક સાથે આઈટીઆર ફાઇલ કર્યું હતું.

 જ્‍યારે, વાર્ષિક રૂા. ૫૦ કરોડથી રૂા. ૧૦૦ કરોડની વચ્‍ચે વેતન ધરાવતી ૬૮ વ્‍યક્‍તિઓ છે.

 ૨ કરોડથી વધુ વ્‍યક્‍તિઓ, વાર્ષિક રૂા. ૫.૫ લાખ અને રૂા. ૯.૫ લાખની વચ્‍ચે કમાય છે.

 રસપ્રદ રીતે, આઇટીઆર ડેટા દર્શાવે છે કે દેશમાં ત્રણ વ્‍યક્‍તિઓએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં હાઉસ પ્રોપર્ટીમાંથી વાર્ષિક રૂા. ૨૫ કરોડથી રૂા. ૫૦ કરોડની વચ્‍ચેની આવક મેળવી છે.

જ્‍યારે, ૩૨ વ્‍યક્‍તિઓએ હાઉસ પ્રોપર્ટીમાંથી વાર્ષિક રૂા. ૧૦ કરોડથી રૂા. ૨૫ કરોડની આવક મેળવી હતી.  વ્‍યવસાયિક આવકની વાત કરીએ તો (પગાર સિવાય), આવકવેરા ડેટા સૂચવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં વાર્ષિક રૂા. ૧૦૦ કરોડથી રૂા. ૫૦૦ કરોડની વચ્‍ચે વ્‍યવસાયિક આવક ધરાવતી માત્ર ૧૬ વ્‍યક્‍તિઓ છે, ત્‍યારબાદ રૂા. ૫૦ કરોડ અને ૧૦૦ કરોડની વચ્‍ચેની વ્‍યવસાયિક આવક ધરાવતી ૪૧ વ્‍યક્‍તિઓ છે.  (ન્‍યુઝફર્સ્‍ટ)

(10:47 AM IST)