તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
દેશમાં ફેસલેસ એસેસમેન્ટની વાતો વચ્ચે મેન્યુઅલી નોટિસથી વિવાદ
કરદાતા-અધિકારી સીધા સંપર્કમાં નહી આવે તે માટે નિયમ લાગુ કરાયો હતો

મુંબઇ, તા.૩૧: ઇન્કમટેક્સમ ફેસલેસ એસેસમેન્ટની વાતો કરવામાં આવે છે પરંતુ તે વાતો કાગળ પર જ હોવાનુ બહાર આવ્યુ છે. કારણ કે સમગ્ર દેશમાં ફેસલેસ એસેસમેન્ટની કામગીરીને બદલે અધિકારીઓ દ્વારા કરદાતાઓને મેન્યુઅલી નોટીસ આપવાનુ શરૂ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. કારણ કે આ મેન્યુઅલી નોટીસ આપી શકાય જ નહીં તેનો નિયમ બનાવવામાં આવ્યો હતો, તેમ છતાં નોટીસ આપવામાં આવતા સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે.
કરદાતાઓને અધિકારીઓ દ્વારા ખોટી રીતે પરેશાન કરતા હોવાના લીધે ઇન્કમટેક્સમાં કેસલેસ એસેસમેન્ટ લાગુ કરવામાં આવી હતી.
પરંતુ ફેસલેસ એંસેસમેન્ટની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી હોવાના લીધે જ થોડા સમય પહેલા જ કરદાતાઓ પાસેથી ટૅક્સની વસુલાત કરવા માટે મેન્યુઅલી એટલે કે પહેલા જે રીતે અધિકારીઓની સહીથી નોટીસ આપવામાં આવતી હતી તે રીતની કામગીરી શરુ કરવામાં આવી હતી. તેની સામે કરદાતાઓએ વાંધો લઇને હાઇકોર્ટમાં ગયા હતા.
હાઇકોર્ટે ઇન્કમટેક્સ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી યોગ્ય નહીં હોવાનુ જણાવીને તમામ નોટીસ રદ કરવા માટે તાકીદ કરી હતી. તેની સામે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સુપ્રિમ કોર્ટમાં ગઇ છે. જોકે ફેસલેસ એસેમેન્ટ લાગુ કરવામાં આવ્યા બાદ ઇન્કમટેક્સ વિભાગમાં કરદાતા પાસે વસુલાતની પ્રક્રિયા પણ અટકી પડી હોવાનુ બહાર આવ્યુ હતુ.
તેના લીધે જ અધિકારીઓએ મેન્યુઅલી નોટીસ આપવાનુ શરુ કરી હોવાની વાત કરવામાં આવે છે. જ્યારે ઇન્કમટેક્સના કાયદામાં સુધારા કર્યા પછી મેન્યુઅલી આપવામાં આવેલી તોટીસને ગણતરીમાં લેવી નહીં તેવી જાહેરાત પહેલેથી જ કરવામાં આવી હોવા છતાં અધિકારીઓએ મનમાની રીતે નોટીસ આપીને પોતે કામગીરી કરી રહ્યા હોવાનુ સાબિત કરી રહ્યા છે.
જોકે તેના લીધે કરદાતા અને અધિકારીઓ સીધા સંપર્કમાં આવવાની પણ શકયતા રહેલી છે. આવા કારણોસર જ પારદર્શિતાની વાતો પર પૂર્ણવિરામ મુકાય જતુ હોય છે. જેથી હાલ તો આ મુદે ભારે વિવાદ સર્જાયા બાદ સમગ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોચ્યો છે.
તેના ચુકાદા બાદ જ કરદાતાને મેન્યુઅલી એટલે કે અધિકારીઓની સહીથી આપવામાં આવેલી નોટીસને યોગ્ય ગણવી કે નહીં તેનો નિર્ણય આવ્યા પછી જ્ વસુલાતની કામગીરી થઇ શકશે. ત્યાં સુધી અધિકારીઓએ પણ થોભો અને રાહ જુઓની નિતી અપનાવ્યા સિવાય છુટકો નથી
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
