News of Saturday, 31st August 2024
કોરોનાની વધુ એક લહેર માટે તૈયાર રહે ભારત !
વિશ્વના અનેક દેશોમાં કોવિડના કેસ વધતાં નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા : WHOએ આપી ચેતવણી

નવી દિલ્હી તા. ૩૧ : કોરોના વાયરસને લઈ સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં યુએસ અને દક્ષિણ કોરિયા સહિત ઘણા દેશોમાં કોવિડના કેસોમાં વધારો વચ્ચે એક નિષ્ણાતે કહ્યું કે, ભારતે કોવિડની વધુ એક લહેર માટે તૈયાર રહેવું જોઈએ. અમેરિકાના ૨૫ રાજયોમાં કોવિડનો ચેપ વધી રહ્યો છે. દક્ષિણ કોરિયામાં પણ કોવિડના કેસ વધી રહ્યા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર આ વર્ષે જૂન અને જુલાઈ વચ્ચે ભારતમાં કોવિડ-૧૯ના ૯૦૮ નવા કેસ અને બે મૃત્યુ નોંધાયા છે. શિવ નાદર યુનિવર્સિટી નોઈડાના વાઈરોલોજિસ્ટ પ્રોફેસર દીપક સહગલે કહ્યું કે, વાયરસ ચોક્કસપણે ફરીથી ઉભરી આવ્યો છે. કોવિડનો તાજેતરનો પ્રકોપ કેપી વેરિઅન્ટને કારણે થયો છે જે ઓમિક્રોન વેરિઅન્ટથી સંબંધિત છે.
નોંધનિય છે કે, ભારતમાં સ્થિતિ ગંભીર નથી પરંતુ આપણે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું પડશે. ભારતમાં KP.2 પહેલીવાર ડિસેમ્બર ૨૦૨૩માં ઓડિશામાં મળી આવ્યો હતો. દરમિયાન ભારતના ઘણા રાજયોમાં કોવિડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોનાના ૨૭૯ સક્રિય કેસ છે. અગાઉ કોરોનાની બે લહેરમાં લાખો લોકોના મોત થયા હતા.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસ માને છે કે, આફ્રિકામાં એમપોક્સ ફાટી નીકળતા આગામી છ મહિનામાં રોકી શકાય છે. તેમણે શુક્રવારે કહ્યું કે રસીની પ્રથમ બેચ થોડા દિવસોમાં કોંગો પહોંચશે. કોંગોમાં એમપોક્સના સૌથી વધુ કેસ છે. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે કહ્યું કે, અમે માનીએ છીએ કે અમે આગામી છ મહિનામાં એમપોક્સના પ્રકોપને રોકી શકીશું. છેલ્લા કેટલાક અઠવાડિયામાં Mpoએ ચેપ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ પ્રમાણમાં ઓછા મૃત્યુ થયા છે. ગેબ્રેસસે એમ પણ કહ્યું કે બુરુન્ડી, રવાન્ડા, કેન્યા, યુગાન્ડા, સ્વીડન અને થાઈલેન્ડમાં દર્દીઓની ઓળખ કરવામાં આવી છે.
નોંધનીય છે કે કોંગોમાં આ વાયરસ ફાટી નીકળ્યા પછી, WHO એ આ મહિને ફરી MPOX ની સ્થિતિને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી તરીકે જાહેર કરી છે. અગાઉ જુલાઈ ૨૦૨૨માં MPOX ને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી. Mpoએ એક ચેપી વાયરલ રોગ છે. તેના લક્ષણોમાં ફોલ્લીઓ, ફોલ્લા, તાવ, શરીરમાં દુખાવોનો સમાવેશ થાય છે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
