<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

પાકિસ્તાન અટક્યા નથી અટકચાળા : LoC પાસે શરૂ કર્યું બાંધકામ: ભારતીય સેનાએ ફાયરિંગ કરી આપી ચેતવણી

નૌશરનાદમાં પાકિસ્તાની સેના દ્વારા કરાતા બાંધકામને રોકવા માટે ચેતવણીના ગોળીબાર કર્યા

પાકિસ્તાન કોઈને કોઈ ખોટું કામ કરતું રહે છે. આ વખતે પાકિસ્તાન દ્વારા નૌશહરનાદમાં નિયંત્રણ રેખાની નજીક બાંધકામ ચાલી રહ્યું હોવાની માહિતી મળી છે. ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પર વાડ નજીક નૌશરનાદમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામને રોકવા માટે ચેતવણીના ગોળીબાર કર્યા હતા.

    કથિત રીતે ભારતીય સેનાની ચેતવણી બાદ બાંધકામનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં શનિવારે ફાયરિંગની ઘટના બની હતી. જો કે હજુ સુધી સંપૂર્ણ માહિતી સામે આવી નથી, પરંતુ પોલીસે ફાયરિંગની ઘટનાની પુષ્ટિ કરી છે. 

    નોંધનીય છે કે આતંકવાદીઓ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવા માટે જૂના પરંપરાગત માર્ગોને ફરી સક્રિય કરી રહ્યા છે. કુપવાડામાં બે અલગ-અલગ ઓપરેશનમાં સુરક્ષા દળો દ્વારા ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યાના દિવસો બાદ આ વિકાસ થયો છે. 

   ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના મચ્છલ અને તંગધાર સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પાર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ આતંકવાદીઓને સફળતાપૂર્વક ઠાર કર્યા હતા. 

  સેનાએ ગુરુવારે કહ્યું હતું કે તેને 28 ઓગસ્ટે ગુપ્તચર એજન્સીઓ તરફથી વિશ્વસનીય ઇનપુટ મળ્યા હતા, જેની પુષ્ટિ જમ્મુ અને કાશ્મીર પોલીસે પણ કરી હતી. ઇનપુટના આધારે, ભારતીય સેના, જેકેપી અને બીએસએફના સૈનિકોએ મચ્છલ અને તંગધાર સેક્ટરમાં ઘૂસણખોરીના સંભવિત માર્ગો પર હુમલો કર્યો હતો. જે બાદ મચ્છલ સેક્ટર અને તંગધાર સેક્ટરમાં કુલ ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે 

   જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાન ચૂંટણી દરમિયાન અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે. તેને જોતા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સુરક્ષા દળોનો સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

(7:14 PM IST)