હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 31st August 2024
હરિયાણા મોબ લિંચિંગ: ટીએમસી નેતાઓ પીડિત પરિવારને મળશે: મમતા બેનર્જીએ આપ્યા નિર્દેશ
બંગાળના પ્રવાસી મજૂરની કથિત હત્યા બાદ હરિયાણામાં રાજકારણ ગરમાયુ :મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ પોતાના નેતાઓને પીડિત પરિવારને મળવાનો નિર્દેશ આપ્યો સાથે તેમણે મૃતકના પરિવારને આર્થિક મદદ કરવાની પણ ખાતરી આપી

કોલકાતા. બંગાળના પ્રવાસી મજૂરની કથિત હત્યા બાદ હરિયાણામાં રાજકારણ ચરમસીમાએ છે. આ મામલામાં બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ પોતાના નેતાઓને પીડિત પરિવારને મળવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે તેમણે મૃતકના પરિવારને આર્થિક મદદ કરવાની પણ ખાતરી આપી છે.
તેમણે તેમના પક્ષના નેતાઓને પીડિત પરિવારને મળવા અને અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવા કહ્યું છે. હકીકતમાં, બંગાળના એક પરપ્રાંતિય મજૂરને હરિયાણામાં ગૌ સંરક્ષણ જૂથના સભ્યો દ્વારા ગૌમાંસ ખાવાની શંકામાં કથિત રીતે માર મારવામાં આવ્યો હતો.
હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં 27 ઓગસ્ટે બનેલી આ ઘટનામાં બે સગીર સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મૃતકની ઓળખ સાબીર મલિક તરીકે થઈ છે.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
