હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશમાં આજથી કોમર્શિયલ LPG સિલિન્ડર 39 રૂપિયા મોંઘું : જુઓ અહીં દિલ્હીથી મુંબઈ સુધીના નવા ભાવ
જોકે કંપનીઓએ 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં હાલ કોઈ ફેરફાર કર્યો નથી

નવી દિલ્હી : ઓઈલ કંપનીઓએ શનિવારે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. સંશોધિત દરો મુજબ આજથી કિંમતોમાં રૂ. 39નો વધારો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે 1 સપ્ટેમ્બરથી દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1691.50 રૂપિયામાં મળશે. જોકે, કંપનીઓએ 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
નવા દરો અનુસાર, આજથી કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1691.50 રૂપિયા થઈ ગઈ છે. IOCLની વેબસાઈટ અનુસાર કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો 1 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે. જ્યારે મુંબઈમાં તેની કિંમત 1644 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ આ સિલિન્ડર મુંબઈમાં 1605 રૂપિયામાં મળતું હતું.
કોલકાતામાં આ સિલિન્ડરની કિંમત 1764.50 રૂપિયાથી વધીને 1802.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ચેન્નાઈમાં આ સિલિન્ડર હવે 1855 રૂપિયામાં મળશે. આ પહેલા ચેન્નાઈમાં 19 કિલોનો સિલિન્ડર 1817 રૂપિયામાં વેચાતો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા ઓગસ્ટમાં એલપીજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે કંપનીઓએ કિંમતમાં 8.50 રૂપિયાનો વધારો કર્યો હતો પરંતુ આ વખતે તેણે સીધો 39 રૂપિયાનો વધારો કર્યો છે. આ પહેલા જુલાઈમાં કંપનીઓએ 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. દિલ્હીમાં તેની કિંમત 1646 રૂપિયા થઈ ગઈ હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
