તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
આજથી કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 39 રૂપિયાનો વધારોઃ 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી
દિલ્હીમાં 19 કિલોનું કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 1691.50 રૂપિયામાં મળશે.

નવી દિલ્હીઃ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજથી 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે હવે દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 1691.50 રૂપિયા થઈ ગઈ છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ શનિવારે 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સંશોધિત દરો મુજબ આજથી કિંમતોમાં રૂપિયા 39નો વધારો કરવામાં આવ્યો છે. વધારા સાથે હવે દિલ્હીમાં 19 કિલોનું કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 1691.50 રૂપિયામાં મળશે.
જો કે થોડી રાહતની વાત એ છે કે ઓઈલ કંપનીઓએ 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારા બાદ હવે નવા દરો પણ બહાર આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
