<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

બંગાળમાં ચૂંટણી પછી હિંદુઓ પરના હુમલાઃ મહિલા ડૉક્ટરો સામેની ભીષણ હિંસાના અંતર્ગત કેરળમાં RSS દ્વારા બેઠક

નક્સલવાદી હિંસામાં ઘટાડો અને કેન્દ્ર સરકાર દ્વારા નક્સલવાદી વિસ્તારોમાં વિકાસ કાર્યો અને વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે ચર્ચા થઇ

નવી દિલ્‍હીઃ કેરળના પલ્લાકડમાં આરએસએસની ત્રણ દિવસીય સંકલન બેઠકનો આજે બીજો દિવસ છે. બેઠકના પ્રથમ દિવસે કુલ ચાર સત્રોની ચર્ચા કરવામાં આવી હતી. સૌ પ્રથમ સંઘે કેરળમાં વાયનાડ દુર્ઘટના પર સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલી સેવા અને રાહત કાર્યનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. બીજુ સંઘ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓના સંગઠનાત્મક મુદ્દાઓની ચર્ચા કરી.
રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ જેવા કે બંગાળની વર્તમાન પરિસ્થિતિ, ખાસ કરીને બંગાળમાં ચૂંટણી પછી હિંદુઓ પરના હુમલા, મહિલા ડૉક્ટરો સામેની ભીષણ હિંસા વગેરેની ચર્ચા કરવામાં આવી હતી. ચોથું- પંજાબને લઈને વિશેષ ચર્ચા કરવામાં આવી. તેમજ નક્સલવાદી હિંસામાં ઘટાડો અને કેન્દ્ર સરકાર દ્વારા નક્સલવાદી વિસ્તારોમાં થઈ રહેલા વિકાસ કાર્યો અને આ વિસ્તારોમાં વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

(11:12 AM IST)