<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

ગુજરાત બાદ હવે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદેનો કહેરઃ ભૂસ્ખલનથી પાંચ લોકોએ જીવ ગુમાવ્‍યોઃ કારમાં સવાર ૩ લોકો પુરના પાણી ગરકાવ

વિજયવાડા શહેરમાં મોગલરાજાપુરમ કોલોનીમાં સુન્નાપુબત્તી સેન્ટરમાં પહાડનો એક મોટો ટુકડો કોલોનીના ઘરો પર પડતા એક ઘર સંપૂર્ણપણે ધરાશાયી

નવી દિલ્‍હીઃ ગુજરાત બાદ હવે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદેનો કહેર મચાવી રહ્યો છે. અહીં   ભૂસ્ખલનથી પાંચ લોકોએ જીવ ગુમાવ્‍યો હતો. જયારે  કારમાં સવાર ૩ લોકો પુરના પાણી ગરકાવ થયા હોવાનું જાણવા મળેલ છે.
મળતી માહિતી મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સક્રિય થયા બાદ દેશના મોટાભાગના વિસ્તારોમાં સતત મુશળધાર વરસાદ પડી રહ્યો છે. કેરળના વાયનાડ અને ગુજરાત બાદ હવે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદને કારણે પાંચ લોકોએ જીવ ગુમાવ્‍યો હતો.
એક તરફ ગુંટુર જિલ્લામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકો વહી ગયા હતા, બીજી તરફ વિજયવાડા શહેરમાં મોગલરાજાપુરમ કોલોનીમાં સુન્નાપુબત્તી સેન્ટરમાં ભૂસ્ખલનની ઘટના બની હતી. રીપોર્ટ અનુસાર ભારે વરસાદને કારણે પહાડનો એક મોટો ટુકડો કોલોનીના ઘરો પર પડ્યો હતો. આના કારણે એક ઘર સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હતું, જેમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ મકાનોને પણ નુકસાન થયું હતું.
લેન્ડ સ્લાઈડની ઘટનાને કારણે 5 લોકોના મોત થયા છે. આ બાદ પોલીસ અને અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે રાહત અને બચાવ કામગીરીમાં વિલંબ થયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ઘરો પહાડીની નજીક આવેલા છે, ત્યાં લેન્ડ સ્લાઇડ થવાની સંભાવના છે.
આ સાથે જ બચાવ કામગીરી દરમિયાન ભૂસ્ખલનની બીજી ઘટના બની હતી જેના કારણે બચાવ કાર્ય પ્રભાવિત થયું હતું. તેમણે કહ્યું કે ભૂસ્ખલનની ઘટનામાં ઘાયલોને વિજયવાડાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વિજયવાડામાં શુક્રવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. હાઈવે બંધ છે અને હૈદરાબાદ અને ચેન્નઈ તરફ જતા રસ્તાઓ પર વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર વિસ્તાર બનવાને કારણે સમગ્ર આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આંધ્રપ્રદેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું છે કે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

(11:35 AM IST)