News of Sunday, 1st September 2024
રેલ્વે ટ્રેક પર પાણી ભરાતા દક્ષિણ મધ્ય રેલ્વે દ્વારા ૬ ટ્રેન રદઃ ૯ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યાઃ હેલ્પલાઇન નંબર પણ જાહેર

નવી દિલ્હીઃ દેશભરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આ દરમિયાન અનેક રેલવે ટ્રેક પર પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે. પાણી ભરાવાને કારણે દક્ષિણ મધ્ય રેલવેએ 1 સપ્ટેમ્બર માટે 6 ટ્રેનો રદ કરી છે. આ સિવાય 9 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. દરમિયાન વરસાદના કારણે ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. દક્ષિણ મધ્ય રેલવેએ આજે સવારે ટ્રેન કેન્સલ થવાની માહિતી આપી છે.
દક્ષિણ ભારતના રાજ્યોમાં સતત વરસાદને કારણે 6 ટ્રેનો રદ કરવામાં આવી છે. તેમાં વિજયવાડા-સિકંદરાબાદ (12713), સિકંદરાબાદ-વિજયવાડા (12714), ગુંટુર-સિકંદરાબાદ (17201), સિકંદરાબાદ-સિરપુર કાગઝનગર (17233), સિકંદરાબાદ-ગુંટુર (12706) અને ગુંટુર-સિકંદરાબાદ (512)નો સમાવેશ થાય છે. આ તમામ છ ટ્રેનો આજે 1 સપ્ટેમ્બર માટે રદ કરવામાં આવી છે.
હેલ્પલાઇન નંબર જાહેર
દક્ષિણ મધ્ય રેલવેએ વિવિધ રેલવે સ્ટેશનો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે. તેમાં રાજમુન્દ્રી માટે 756305697, ઓંગોલ માટે 7815909489, નેલ્લોર માટે 08644-227600, ગુડુર માટે 08624-250795, ગુડુર 62 માટે 78159094, ભીમાવરમ ટાઉન, 1947,597,597. નરસરાઓપેટ માટે 9701379072, નદીકુડે માટે 9701379968, મિર્યાલાગુડા માટે 9701379966, 9440289105 માટે નંદ્યાલ, ડોનાકોંડા માટે 7093745898, હૈદરાબાદ માટે 9676904334, સિકંદરાબાદ માટે 040-27786140 અને કાઝીપેટ માટે 040-27786170, 0870-2576430 અને વારંગલ માટે 9063328082 પર ફોન કરીને માહિતી મેળવી શકાય છે ,
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
