<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

આસામમાં ભારત-ચીન યુદ્ધ સમયનો બોમ્બ મળ્યો, સેનાએ તેને બ્લાસ્ટ કર્યો

આસામમાં 1962ના ભારત-ચીન યુદ્ધનો મોર્ટાર સ્મોક બોમ્બ મળી આવ્યો:ચાઈના મેડ આ બોમ્બનો ઉપયોગ 1962ના યુદ્ધમાં ધુમાડો ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો.

આસામના સોનિતપુરમાં 62 વર્ષ જૂનો મોર્ટાર સ્મોક બોમ્બ મળી આવ્યો છે. પોલીસે કહ્યું કે આ 1962ના ભારત-ચીન યુદ્ધના સમયનો બોમ્બ છે. આ મોર્ટાર સ્મોક બોમ્બ આસામના ઢેકિયાજુલી વિસ્તારમાંથી મળી આવ્યો હતો. જો કે સેનાએ આ સ્મોક બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો.

   સોનિતપુરના એસપી બરુણ પુરકાયસ્થે જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે સેસા નદીમાં માછલી પકડતી વખતે જૌગાપુર ગામમાં એક વ્યક્તિ દ્વારા બે ઇંચ લાંબો વિસ્ફોટક મળ્યો હતો. તેમણે કહ્યું કે આ વિસ્તાર મિસામરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે. આ બોમ્બ ચીન મેડ બોમ્બ છે અને 1962ના યુદ્ધનો છે. ભારત અને ચીન વચ્ચેની આ લડાઈ આસામના પડોશી રાજ્ય અરુણાચલ પ્રદેશમાં લડાઈ હતી. 

   એસપીએ કહ્યું કે લેફ્ટનન્ટ કર્નલ અભિજીત મિશ્રાની આગેવાની હેઠળના મિસામરી કેમ્પમાંથી સૈન્યની ટીમની મદદથી તેને સુરક્ષિત રીતે નાશ કરવામાં આવ્યો. મોર્ટાર સ્મોક બોમ્બ એક પ્રકારનો દારૂગોળો છે. 1962ના યુદ્ધમાં તેનો ઉપયોગ દુશ્મનોના ગોળીબારથી બચવા માટે ધુમાડો ફેલાવવા માટે થતો હતો. જો કે, તેનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે પણ થાય છે

 

(6:02 PM IST)